ટોરંટો(કેનેડા),તા.17
કેનેડાની સરકાર હવે 12 માસના માસ્ટર્સના પ્રોગ્રામમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમની પત્નીને કેનેડા બોલાવી જ ન શકે તેવા નિયમો લાગુ કર્યા છે. આગામી 21મી જાન્યુઆરીથી આ નિયમો લાગુ પડશે. જોકે, 16 માસથી લાંબા ગાળાના માસ્ટર્સના પ્રોગ્રામ સાથે સંકડાયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમની પત્નીને કે પછી કાયદાકીય ભાગીદારને જ માત્ર બોલાવી શકશે.
તેનાથી ઓછા ગાળાના અભ્યાસક્રમ સાથે સકળાયેલા વિદ્યાર્થિઓને આ લાભ મળશે જ નહીં. ઈમિગ્રેશન, રેફ્યુઝીસ એન્ડ સિટિઝનશીપ કેનેડાએ આ નિર્ણય લીધો છે. અત્યારે તેઓ કેનેડાની કોઈને કોઈ સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ જોગવાઈ લાગુ કરવામાં આવી છે.
કેનેડાના વિઝાના એક્સપર્ટ પંકજ પટેલના જણાવ્યાનુસાર, ’કેનેડાની સરકારે લાગુ કરેલી આ નવતર જોગવાઈ 16 મહિના કે તેનાથી લાંબા ગાળાના માસ્ટર્સના અભ્યાસક્રમ સાથે જોડાયેલા કે પછી ડોક્ટરેટની ડિગ્રી માટેના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સભ્યોને પણ લાગુ પડશે.
બાર માસથી ઓછા ગાળાના માસ્ટર્સના પ્રોગ્રામ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર તેની અવળી અસર પડશે.’ અગાઉ માસ્ટર્સની ડિગ્રી મેળવવા માટે 16 માસ કે તેનાથી વધુ સમયગાળાના કાર્યક્રમોની સંખ્યા મર્યાદિત હતી. તેથી જ અરજદારો મુશ્કેલી અનુભવી રહ્યા હતા.
નેચરલ અને એપ્લાઈડ સાયન્સ, કન્સ્ટ્રક્શન, હેલ્થકેર, કુદરતી સ્ત્રોત, શિક્ષણ, રમતગમત, લશ્કરી ક્ષેત્ર સહિતના ક્ષેત્રમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નવી જોગવાઈ લાગુ કરવામાં આવશે.
કયા કયા સેક્ટરના વિદ્યાર્થીઓને માટે આ જોગવાઈ લાગુ કરવામાં આવશે તેની યાદી 21મી જાન્યુઆરીએ બહાર પાડવામાં આવશે. ઓપન વર્ક પરમિટ પરિવારના સભ્યે કે પછી કોમન લો પાર્ટનર પૂરતી જ સીમિત થઈ જતી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy