સરકારે રાજયભરમાં ફાયર સેફટીનો કડક અમલ કરાવવાનું શરૂ કરતા સર્વત્ર લાવ-લાવ

અગ્નિકાંડ બાદ એકાએક ફાયર સેફ્ટી સાધનોની જંગી ડિમાન્ડ: સ્ટોક ખલ્લાસ

Saurashtra | Rajkot | 30 May, 2024 | 05:26 PM
બલ્કના ઓર્ડરની ડિલેવરી માટે 2 થી 3 દિવસની મુદ્દત
સાંજ સમાચાર

► હોસ્પિટલ, શાળા, કોલેજોને આપવાની પ્રાથમિકતા

► જેતપુર, ગોંડલ, જસદણથી પણ રાજકોટના વેપારીઓ પર ઓર્ડરનો મારો 

 

રાજકોટ,તા.30
રાજકોટમાં ટીઆરપી ઝોનમાં ઘટેલી દુર્ઘટનાએ ગુજરાતભરમાં પડઘા પાડયા છે. તંત્ર દોડતું થયું છે જેને પગલે અનેક ગેમઝોન તાત્કાલીક બંધ કરવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા અનેક હોસ્પિટલો સ્કૂલ, કોલેજો, બિલ્ડીંગોમાં ચકાસણી હાથ ધરી છે.અને ફાયર સેફટીના નિયમો પણ આકરા કરી દેવામાં આવ્યા છે.

આથી લોકોમાં પણ ડરનો માહોલ છવાયો છે. જેની સીધી અસર ફાયર સેફટીના સાધનો ખરીદવા પર પડી છે.તંત્ર દ્વારા જયાં ફાયર સેફટીના સાધનો નહી હોય તે તમામ જગ્યાઓ સીલ કરવામાં આવી રહી છે. આ ડરનો વ્યાપ વધ્યો અને હવે લોકો ફાયર સેફટીના સાધનો લેવા પડાપડી કરી રહ્યા છે. કહેવાય છે કે આગ લાગે ત્યારે કુવો ખોદવો આ કહેવત અત્યારે સાર્થક થઈ રહી છે. કે જયારે રાજકોટના ગેમઝોનમાં આગની મોટી દુર્ઘટના સર્જાણી અને 28 જીંદગીઓ આ આગમાં હોમાય ત્યારે હવે તંત્ર સજાગ બન્યું છે.

આ ઘટનાના પાંચ દિવસમાં જ ફાયર સેફટીના સાધનો ખરીદવામાં 100 ટકાનો વધારો થયો છે. ફાયર સેફટીના સાધન વેચતા દિગંત અશરા જણાવે છે. એક એક સાધની ખરીદી વધી છે.ડરના કારણે લોકો સાધનો મેળવી રહ્યા છે. એકાએક માંગ વધતા વિક્રેતાઓ પણ મુંઝવણમાં મુકાયા છે.

આટલી માંગ કયારેય ન જણાતા લીમીટેડ સ્ટોક રાખવામાં આવે પરંતુ હવે માંગ વધતા માલના ઓર્ડર પણ વધ્યા છે. હાલ સૌથી વધુ ફાયર સીલીન્ડરની માંગ વધુ જોવા મળી રહી છે. સ્કૂલ-કોલેજો અને કારખાનેદારો સૌથી વધુ ખરીદી કરી રહ્યા છે.

આ ફાયર સેફટીના સાધનો પંજાબ, લુધીયાણા, મુંબઈથી મંગાવવામાં આવે છે. હાલ ઓર્ડર વધુ હોવાથી તેની પહોચાડવા બે દિવસની મુદ્દત આપવામાં આવે છે.તંત્રએ કોર્મશીયલ કોમ્પ્લેક્ષ ટયુશન કોચિંગ કલાસીસના ચેકીંગ હાથ ધર્યુ છે.આ ઘટના બાદ લોકોમાં પણ ડરનો માહોલ છવાય ગયો છે. આથી તેઓ પણ સ્વૈચ્છાએ પોતાની ઓફિસ માટે સાધનો ખરીદી રહ્યા છે. એક સિલિન્ડરની કિંમત રૂ।000ની શરૂ થાય છે. 

આ સિલિન્ડર 6,9 થી 50 કિલોમાં ઉપલબ્ધ છે. એક વર્ષ સુધી વેલિડ રહે છે.રાજકોટમાં 50 જેટલા વેપારીઓ ફાયર સેફટીના સાધનોનું વેચાણ કરે છે. પહેલા માત્ર 2-3 જ ફોન આવતા હતા.પરંતુ હવે માંગ 100 ટકા વધી ગઈ છે. આથી વેપારીઓ પણ માલ પહોચાડવા મથામણ કરી રહ્યા છે. વેપારીઓ પ્રાથમિકતા આપે છે.

પ્રથમ હોસ્પિટલ અને શાળાઓને સાધનો પહોંચાડી રહ્યા છે. આ ઘટનાનો પડઘો સર્વત્રે પડયો છે. આથી માંગ રાજકોટ જ નહી પરંતુ ગોંડલ, જેતપુર, જસદણથી પણ ખરીદી માટે લોકો રાજકોટ આવી રહ્યા છે. હાલ કોઈ ભાવ વધારો નથી પરંતુ એકાએક ડિમાન્ડ વધતા પ્રોડકશનમાં અસર પડશે.

જેને પગલે આગામી સમયમાં ભાવ પર અસર થાય તેવી સંભાવના છે ડિમાન્ડને ધ્યાનમાં લેતા જણાય રહ્યું છે. કે લોકો ડરને કારણે દંડથી બચવા ફાયર સેફટીના સાધનો ખરીદી રહ્યા છે. હાલ ફાયર સેફટીના સાધનો માત્ર હોસ્પિટલ શાળા કોલેજો જ નહી પરંતુ સર્વત્ર જરૂરી બની ગયા છે.

કોઈ પણ નવી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવે ત્યારે સૌપ્રથમ ફાયર સેફટીના સાધનો ગોઠવવા આવે છે. જેમાં પાંચ માળના બિલ્ડિંગ માટે અંદાજે રૂ। લાખ સાત માળના રહેણાંક બિલ્ડીંગ માટે અંદાજે 4 લાખ ગ્રાઉન્ડ ફલોર સહિત બે માળની શાળા માટે અંદાજે 2.5 લાખ અને હાઈરાઈઝડ બિલ્ડીંગમાં જેમાં 10 માળ હોય તેમાં અંદાજે રૂ। લાખનો ખર્ચો થાય છે.

પાઉન્ડર બેઈઝડ એકસટીગ્વીશન રૂ.1500 થી 2700 (બાટલા 6 કિલોના) મળે છે.CO2  45 કિલોનાં રૂ4000 થી 5000માં મળે છે. આગ બુઝાવવા લોખંડના પાઈપ બિલ્ડીંગોમાં. લગાવવામાં આવે છે. જેમાં ઈમરજન્સી સમયે ઓટોમેટીક પાણી છોડવા લાગે છે જેના પ્રતિફુટ ભાવ રૂ300 થી 350 છે.હાલ આ દુર્ઘટનાને પગલે ફાયર સેફટીના સાધનનોની ખરીદી થઈ રહી છે. પરંતુ જો લોકો પહેલા જ આ સાધનો પ્રત્યે જાગૃત થયા હોય તો ગેમઝોન જેવી દુર્ઘટનાથી બચી શકાત અને અનેક જીંદગીઓ બચાવી શકાત છે.

► ભયાનક અગ્નિકાંડ અને સરકારની કડક કાર્યવાહીથી હવે લોકો સાવચેત થયા : ખરીદી વધી
રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ લોકો પોતે જાગૃત થયા છે. આથી નાની ઓફિસ ધરાવનાર પણ પોતાની જગ્યાએ એક ફાયરસેફટીના સિલેન્ડર રાખવા માંગે છે ફાયરસેફટીના સાધનો વેચવા વેક્રિતાએ જણાવ્યું કે લોકો આગ ઘટના બાદ જાગૃત થયા છે.

કારખાનાઓમાં મોટા પ્રમાણમાં લોકો કામ કરતા હોય છે તેમજ આ સ્થળોએ અણદુર્ઘટનાની શકયતાઓ પણ વધુ રહેલી છે. આથી કારખાનાઓ માંથી બલ્ડમાં ઓર્ડર મળી રહ્યા છે.આ ઉપરાંત તંત્ર દ્વારા દરેક સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું છે.

આથી બિલ્ડીંગોમાં ઓફિસ ધરાવનાર લોકો પણ ફાયરસેફટીના સાધનો ખરીદી રહ્યા છે. એક તરફ એવી વાત પણ છે કે લોકો દંડથી બચવા સાધનો ખરીદી રહ્યા છે. તંત્ર દ્વારા ચેકિંગમાં ફાયરસેફટીના સાધનો ન ધરાવનારને મોટો દંડ ફટકારવામાં આવશે આથી લોકો દંડથી બચવા પણ સાધનોની ખરીદી કરી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj