6 માસ પહેલા જ લગ્ન થયા હતા

‘નમાઝ પઢવા જાવ છું’ કહીં રૂમમાં ગયેલી સગર્ભાનો આપઘાત

Crime | Rajkot | 30 May, 2024 | 05:18 PM
રામનાથપરાનો બનાવ: 34 વર્ષીય વૈદારબેનને પાંચ મહીનાનો ગર્ભ હતો, માનસિક અસ્વસ્થતાની દવા બંધ થતાં તેનું અને તેના આવનાર બાળકનું શું થશે તે ચિંતામાં ગળાફાંસો ખાધો
સાંજ સમાચાર

રાજકોટ, તા.30
રામનાથપરામાં આજે બપોરે 1.30 વાગ્યે વૈદારબેન રમઝાનભાઈ હોથી (ઉં. વ.34) નામની સગર્ભાએ રૂમમાં નમાઝ પઢવા જાઉં છું, તેમ કહીં રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગત મુજબ, વૈદારબેન રમઝાનભાઈ હોથીના 6 માસ પહેલા જ લગ્ન થયા હતા. દરમિયાન તેઓ માનસિક અસ્વસ્થ રહેતા દવા ચાલુ હતી. દિવસો જતા તેણી સગર્ભા થઈ હતી. હાલ તેના ઉદરમાં પાંચ માસનો ગર્ભ હતો. ગર્ભાવસ્થાના કારણે તેની માનસિક અસ્વસ્થની બીમારીની દવા બંધ થઈ હતી. જેથી તે ચિંતિત રહેતી કે, આ દવા બંધ થઈ છે તો હવે તેનું અને તેના આવનાર બાળકનું શું થશે.

આ ચિંતામાં જ આજે બપોરે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો લગાવી લીધો હતો. પરિવારજનોને જાણ થતાં તુરંત  વૈદારબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. અહીં તેને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવના પગલે એ. ડિવિઝન પોલીસે દોડી જઇ મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj