1 મે થી 10 દિવસ પુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા સમર વર્કશોપનું આયોજન

Local | Rajkot | 21 April, 2025 | 03:34 PM
મધર્સ ડેના રોજ બહેનો માટે સંગીત ખુરશી, બેલેન્સ રેસ, પોટેટો રેસ અને લીંબુ ચમચી સ્પર્ધા યોજાશે
સાંજ સમાચાર

રાજકોટ, તા.21
પુતળીબા ઉદ્યોગ મંદિર, ગીતા મંદિર સામે રાજકોટ દ્વારા મહિલા ઉત્થાન અને મહિલા સશક્તિકરણ માટે 61 વર્ષથી કાર્યરત સંસ્થા બહેનો અને બાળકો માટે આગામી તા.1 થી તા.10 મે સુધી બહેનો અને બાળકો માટે વિવિધ સમર વર્કશોપનું આયોજન કરેલ છે.

જેમાં મહેંદી, નેઈલ આર્ટ, સેલ્ફ મેકઅપ, બ્યુટી કેર હેર સ્ટાઈલ, બ્રાઈડલ મેકઅપ, હેર કટ, હેન્ડી ક્રાફ્ટ, ગ્લાસ પેઈન્ટીંગ, રંગ પુરણી, ડ્રોઈંગ, અક્ષર સુધારણા ગુજરાતી અને અંગેજી, ચેસ તાલીમ, કેરમ તાલીમ, માર્શલ આર્ટ, ફોક ડાન્સ, વેસ્ટર્ન ડાન્સ, ડાંડિયારાસ, અરોબીક, સ્પોકન ઈંગ્લીશ, અને કોમ્પ્યુટર જેવા વિવિધ વર્કશોપ યોજાશે. તેમેજ તા.12 ને સોમવારના રોજ મધર્સ ડે નિમિતે બહેનો માટે બપોરે 2:30 થી 4:30 દરમ્યાન સંગીત ખુરશી, બેલેન્સ રેસ, પોટેટો રેસ અને લીંબુ ચમચી સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં કોઈપણ બહેનો ભાગ લઈ શકે છે. વર્કશોપના પૂર્ણાહુતી નિમિતે વર્કશોપમાં ભાગ લેનાર બહેનો અને બાળકોની વિવિધ કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે.

સમર વર્કશોપ અને મધર્સ ડે ની ઉજવણીમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન માટે પુતળીબા ઉદ્યોગ મંદિર, ગીતા મંદિર સામે રાજકોટ ખાતે સવારે 10 થી 7 દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે મો.નં.9023981166 નો સંપર્ક કરવો. ’સાંજ સમાચાર’ની મુલાકાતે મીલાબેન કુંડલીયા, ભારતીબેન નથવાણી, હિનાબેન નથવાણી, રમાબેન પંચાસરા અને મયુરીબેન ટંકારીયા આવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj