નવી દિલ્હી : 12 ફેબ્રુઆરી 2025 ના રોજ, સૂર્યએ 10 : 03 વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. શનિ પહેલેથી જ અહીં બેઠો છે. આવી સ્થિતિમાં, સૂર્ય-શનિની આ યુતિ કુંભ રાશિમાં બની છે.
આ યુતિ 14 માર્ચ સુધી રહેશે અને તે પછી સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સમયગાળા દરમિયાન, શનિ 28 ફેબ્રુઆરી 2025 ના રોજ 06 : 36 વાગ્યે અસ્ત થશે.
સૂર્ય અને શનિની આ યુતિથી બાર રાશિઓ પર થતી અસરો :-
મેષ :- પ્રગતિ. ઇચ્છિત કાર્યમાં સફળતા. જૂના મિત્રોનો સહકાર. નવી જવાબદારીઓ મળશે.
વૃષભ :- રોકાયેલા કામ પુરા થશે. જંગમ અને સ્થાવર મિલકતની ખરીદી અને વેચાણ થશે. બઢતી થશે. નવા કામમાં સંલગ્ન રહેશો.
મિથુન :- ધાર્મિક સ્થળની યાત્રા થશે. કેટલાક વધારાનાં પ્રયત્નોથી કામ બનશે. નાના કાર્યોમાં સફળતા મળે. લાંબી મુસાફરીમાં ડ્રાઇવિંગ કરવાનું ટાળવું જોઈએ.
કર્ક :- ખોટા નિર્ણયને કારણે નુકસાન. પરિવારમાં શુભ અને અશુભ બંને ઘટનાઓ બને. મૂડી રોકાણોની તકો મળે. આરોગ્ય અને સમારકામ પર ખર્ચ થશે.
સિંહ :- નવી ભાગીદારી થશે. લોન અને આરોગ્ય સમસ્યા થશે. વિરોધીઓ પરેશાન કરશે. નવી જવાબદારી મળશે.
કન્યા :- મિશ્ર અસરો. આરોગ્ય અને સમારકામ પર ખર્ચ થશે. જૂની સમસ્યા હલ થશે. વિરોધીઓ પરાજિત થશે. સરકારી કાર્યમાં સફળતા મળશે.
તુલા :- આર્થિક લાભ થાય. ઘરે આરોગ્ય, સમારકામ અને ખરીદી પર ખર્ચ વધશે. આવકનો નવો સ્રોત મેળશે. માનસિક શાંતિનો અભાવ રહે.
વૃશ્ચિક :- કાર્યસ્થળમાં પરિવર્તન થશે. નવાં કામમાં જોડાણ વધશે. બાંધકામ કામ પર ખર્ચ થશે.
ધનુ :- ભાગ્યનો સાથ મળશે. આર્થિક લાભ થશે. સમસ્યા હલ થશે. બઢતી થશે. અગાઉ કરવામાં આવેલાં કામથી મોટી ભેટો અને આદર મેળવવાની સંભાવના.
મકર :- જૂના રોકાણથી આર્થિક લાભ થશે. કેટલીક જૂની સમસ્યાઓ હલ થશે. વાહનના ઉપયોગમાં સાવચેતી રાખવી.
કુંભ :- નવાં સંબંધો બનશે. નવી ભાગીદારી થશે. કેટલાક અટવાયેલા કામ થોડા પ્રયત્નોથી થઈ જશે.
મીન :- મુસાફરી અને ખર્ચ વધશે. વધારાનાં પ્રયત્નોથી કેટલીક જૂની સમસ્યાઓ હલ થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy