રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરી બે ધારાસભ્યો સામે બરતરફના પગલા ભરો

Saurashtra | Rajkot | 29 May, 2024 | 05:00 PM
આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ કલેકટર અને શહેરી વિકાસ મંત્રાલયના અગ્રસચિવને આવેદનપત્ર
સાંજ સમાચાર

રાજકોટ તા.29
 ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં રાજકોટ મહાનગર પાલિકાની બેદરકારી ખુલ્લી પડી હોય આ મહાનગરપાલિકાને સસ્પેન્ડ કરી જવાબદાર બે ધારાસભ્યોને બરતરફના પગલા લેવાની માંગણી ઉઠાવી આમ આદમી પાર્ટી દ્વારા આજે જીલ્લા કલેકટર અને રાજયના શહેરી વિકાસ મંત્રાલયના અગ્ર સચિવને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું.

 આ અંગે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ દિનેશભાઈ જોશીએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની પાયાની સુખાકારીને લગતી બાબતો માટેની કામગીરી કરવાની હોય છે જેમાં રોડ, રસ્તા, પીવાનું પાણી, ગટર કનેકશન સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકાની સેવા કથળી રહી છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારી બેજવાબદારી પૂર્વકની કામગીરી કરી રહ્યા છે.

 મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા જાહેર સ્થળો જેવા કે મોલ, સીનેમા ગૃહો, સહિતના સ્થળોનું જરૂરી ઈન્સ્પેકશન કરી દુર્ઘટનાઓને રોકવી સહિતની કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે ટીઆરપી અગ્નિકાંડ જેવી ઘટનાઓ ઘટી રહી છે. અગાઉ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી. આવી જ રીતે બેદરકારી દાખવવા બદલ રાજકોટ મ્યુ.કોર્પોરેશનને સુપરસીડ કરવામાં આવે અને વિધાનસભાના બે જવાબદાર ધારાસભ્યને બરતરફ કરવાની પણ આપના નેતાઓએ માંગણી ઉઠાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj