નવી દિલ્હી,તા.13
સુપ્રીમ કોર્ટે આંદોલનકારી ખેડૂતોને ગાંધીવાદી પદ્ધતિઓ અપનાવવાની સલાહ આપી છે. વિરોધ પ્રદર્શનને અસ્થાયી રૂપે સ્થગિત કરવા અને હાઇવેથી દૂર જવા માટે પણ કહ્યું હતું. આ સિવાય સુપ્રીમ કોર્ટે પંજાબનાં ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની બગડતી તબિયત પર ચિંતા વ્યક્ત કરી છે.
કોર્ટે પંજાબ અને કેન્દ્રને ખેડૂત નેતાને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા અને તેમને આમરણાંત ઉપવાસ તોડવા માટે સમજાવવા જણાવ્યું હતું. તેણે સરકારી પ્રતિનિધિઓને તુરંત જ દલ્લેવાલને મળવા માટે પણ કહ્યું, પરંતુ તેનાં વિરોધને તોડવા માટે કોઈપણ બળનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી હતી.
દલ્લેવાલ 26 નવેમ્બરથી પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર પાક પર એમએસપીની કાયદેસર ગેરંટી સહિત આંદોલનકારી ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં કેન્દ્ર પર દબાણ લાવવા માટે આમરણાંત ઉપવાસ પર છે.
સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ ખેડૂતો 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચેનાં શંભુ અને ખનૌરી બોર્ડર પોઈન્ટ પર કેમ્પ કરી રહ્યાં છે. 13 ફેબ્રુઆરીએ સુરક્ષા દળોએ તેમને દિલ્હી તરફ જતાં રોક્યા હતાં.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ખેડૂતો અને તેમનાં સંગઠનોએ પંજાબમાં તમામ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધાં છે. અરજદારે આંદોલનકારી ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલ્વે ટ્રેકને બ્લોક ન કરવા વિનંતી કરી હતી. જો કે, પંજાબમાં જ્યાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે તેવાં હાઇવે પરનાં નાકાબંધી દૂર કરવા માટે કેન્દ્ર અને અન્યને નિર્દેશ માંગતી અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy