(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 15
સમગ્ર ગુજરાત રાજ્યમાં આમ તો મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ તે છતાં પણ મહિલાઓ ક્યાં સુરક્ષિત છે તે એક સળગતો સવાલ ઉભો થાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે અને ખાસ કરી નાની બાળાઓ અને શાળાએ જતી અભ્યાસ માટેની વિદ્યાર્થીનીઓ સાથે આવા પ્રકારની ઘટના સતત બનતી હોય છે..
ચુડા તાલુકાના ભુગુપુર ગામે આઠ વર્ષની બાળકી કે જે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે તે શાળાએથી પરત આવતી હતી તે દરમિયાન ભાગ અપાવાની લાલચ આપી અને 50 વર્ષની આધેડ તેને એકાંતમાં લઈ ગયા હોવાનો પરિવાર જેનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી અને દુષ્કર્મ આચારવામાં આવ્યા હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે..
12 તારીખે આ પ્રકારની ઘટના બની છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની તપાસ ન કરવામાં આવતી હોવાનો પણ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે શાળાએથી ઘરે પરત આવતી હતી તે દરમિયાન બાળકી સાથે આ પ્રકારની ગંભીર ઘટના બની છે જેને લઇને પરિવારજનોમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી છે હાલમાં જે બાળકી છે તેને હોસ્પિટલે લઈ જવામાં આવી છે..
મોડી રાત્રે બાળકી ની તબિયત લથડતા હાલમાં તેને ચુડા સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે ખાસ કરી પરિવારજનોના આક્ષેપો બાદ આ દુષ્કર્મ આચારનાર નરાધમ છે તે ફરાર બની ગયો છે અને હાલમાં આ પ્રકારની ઘટનાને લઇ તાત્કાલિક તપાસા ધરવામાં આવે અને આ નરાધમ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy