(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.13
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનું જોર વધ્યુ છે. તાપમાનનો પારો દિન-પ્રતિદિન ગગડતો જાય છે. જેમાં તા. 12-12ને ગુરૂવારે તાપમાનનો પારો ગગડીને 13 ડીગ્રીથી નીચે જતો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષના તાપમાન પર નજર કરીએ તો 12 ડિસેમ્બરનો દિવસ સૌથી વધુ ઠંડો દિવસ છે.જયારે છેલ્લા 5 વર્ષમાં આ ડિસેમ્બર પર આંકડાની દૃષ્ટીએ વધુ ઠંડી દર્શાવી રહ્યો છે.આગામી દિવસોમાં પણ ઝાલાવાડમાં શીતલહેર જારી રહેનાર હોવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.
હાલ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી શીતલહેર છવાઈ છે. મોડી રાતના સમયે અને વહેલી સવારના સમયે વાતાવરણમાં રીતસર ઠારનો અનુભવ લોકો કરી રહ્યા છે. જયારે દિવસે પણ ઠંડા સુકા પવનો વાતા હોય છે. આથી લોકોને દિવસભર ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. જયારે અમુક સ્થળે તો એસી તો શું પંખા પણ શરૂ કરી નથી શકાતા. ઝાલાવાડમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો સતત નીચે જઈ રહ્યો છે.
તા. 8-12ના રોજ નોંધાયેલ લઘુત્તમ તાપમાન 16.8 ડીગ્રી સામે તા. 12-12ના રોજ લઘુત્તમ તાપમાન 12.8 ડીગ્રી નીચે ગયુ છે. જે છેલ્લા 5 દિવસમાં 4 ડીગ્રીનો ઘટાડો દર્શાવે છે. છેલ્લા 5 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો આ ડિસેમ્બર સૌથી વધુ ઠંડો છે. તેમાં પણ 12.8 ડીગ્રી તાપમાન ગત 5 વર્ષોમાં કયારેય 12 ડિસેમ્બર પહેલા નોંધાયુ નથી.
હજુ પણ તાપમાનનો પારો ગગડીને 10 સુધી પહોંચે તેવી શકયતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ શીતલહેર છવાયુ છે. જયારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વધુ ઠંડી પડવાની શકયતા છે. ત્યારે તા. 12ના રોજ મોડી સાંજે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝાએ પરીપત્ર કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સાવચેતીના પગલા રૂપે જિલ્લાની તમામ શાળાઓનો સમય સવારે 8-00 કલાક પહેલા ન રાખવા આદેશ કર્યો છે.
લીંબડી અજરામર સંપ્રદાયના બંધુ બેલડી ડો. નીરંજનમુની અને ચેતનમુનીની પ્રેરણાથી ચાલતા અજરામર એકટીવ અસોર્ટ ગ્રુપ, સુરેન્દ્રનગરના સભ્યો દ્વારા ધાબળા વીતરણ કરાયુ હતુ. જેમાં ફુટપાથ ઉપર અને ઝુંપડપટ્ટીઓમાં રહેતા પરીવારોને રાત્રે 11 થી 2 કલાક સુધી ભરીને 200થી વધુ ધાબળાનું વીતરણ કરી સેવાકીય કાર્ય કરાયુ હતુ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy