ટીઆરપી ગેમઝોન : રહેણાંક હેતુથી બિનખેતી થયેલી જમીન કોમર્શિયલ હેતુમાં તબદીલ કરી હતી કે નહીં?

Saurashtra | Rajkot | 30 May, 2024 | 12:05 PM
♦ જમીન માલિક કિરીટસિંહની ધરપકડ બાદ આકરી પૂછપરછ, તેના ભાઈ અશોકસિંહને દબોચવા પોલીસ સક્રિય
સાંજ સમાચાર

♦ કિરીટસિંહના 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કરતા તેને સાથે રાખી જમીન અને ભાડા કરારના વિવિધ દસ્તાવેજો પોલીસ કબ્જે કરશે

રાજકોટ, તા.30
ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાંડના એક બાદ એક પ્રશ્નો સામે આવી રહ્યા છે. આ જગ્યા બિનખેતી કરાઈ ત્યારે રહેણાંક હેતુથી બિનખેતી થઈ હતી. આ પછી તેનો કોમર્શિયલ ઉપયોગ થતા જમીન કોમર્શિયલ હેતુમાં તબદીલ કરી હતી કે નહીં? તે તપાસનો વિષય બન્યો છે. જમીન માલિક કિરીટસિંહની ધરપકડ બાદ આકરી પૂછપરછ થઈ રહી છે. તેના ભાઈ અશોકસિંહને દબોચવા પોલીસ સક્રિય છે. કિરીટસિંહના 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કરતા તેને સાથે રાખી જમીન અને ભાડા કરારના વિવિધ દસ્તાવેજો પોલીસ કબ્જે કરશે.

આરોપી કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા (ઉ.વ.56, રહે. નવજોત પાર્ક, શેરી નં.3, કલરવ બાળકોની હોસ્પિટલ સામેની શેરી, 150 ફુટ રીંગરોડ, રાજકોટ)ને કોર્ટમાં પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરેલ, પોલીસે જણાવ્યા મુજબ, આ આરોપીની તા.28/5/2024 ના રોજ રાતે 10.30 વાગ્યે અટક કરવામાં આવેલ હતી.

કિરીટસિંહે પોતાની માલીકીની જગ્યા આરોપી પ્રકાશચંદ કનૈયાલાલ હિરનને ભાડેથી આપેલ. પણ આરોપી ભાડાકરાર બાબતે નકકર હકિકત જણાવતો નથી. કિરીટસિંહ  પોતાની જગ્યા રહેણાંક હેતુથી બિનખેતી કરાવેલ, એ પછી કોમર્શિયલ હેતુમાં તબદીલ કરવા માટે શું કાર્યવાહી કરેલ હતી. તે અંગે પણ આરોપી કોઇ ચોકકસ હકિકત જણાવતો નથી.

કિરીટસિંહ ટીઆરપી ગેમઝોનમાં રેસ-વે એન્ટરપ્રાઇઝમાં ભાગીદાર ધરાવે છે. પોતે પ્રથમથી જ ભાગીદારી ડીડ કરેલ છે. રેસ-વે એન્ટરપ્રાઇઝ તથા ધવલ કોર્પોરેશન બંન્ને એક જ જગ્યાએથી ચલાવતા હોવાથી આરોપીએ જરૂરી લાયસન્સ મેળવેલ હતા કે કેમ? જો મેળવેલ હોય તો કોના નામની અરજી કરેલ તેમજ પોતે સંમંતી આપેલ છે કે કેમ? તે બાબતે વિગતવારની તપાસ થશે. આરોપીની માલીકીની જગ્યામાં જે બાંધકામ કરવામાં આવેલ હતુ જે કયારે અને કયા ઉપયોગ માટે કરવામાં આવેલ હતુ અને આ બાબાતે કોઇ મંજુરી મેળવેલ હતી કે કેમ? તેમજ આ બાંધકામનુ કંપ્લેશન સર્ટી મેળવેલ હતુ કે કેમ? તે બાબતે આરોપી કોઇ સંતોષકારક જવાબ આપતો નથી.

પકડાયેલ આરોપી કિરીટસિંહ અન્ય આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજાનો સગો ભાઈ છે. હાલ અશોકસિંહ કયાં છે તે બાબતે આ આરોપીની પુછપરછ કરવાથી તેઓ બાબતે માહીતી જણાવી શકે તેમ છે. જેથી વધુ પોલીસ કસ્ટડીની જરૂરીયાત છે. તેમ કોર્ટમાં પોલીસે રિપોર્ટ આપેલો. તમામ મુદ્દા પર આ કેસના સ્પે.પીપી તુષાર ગોકાણીએ સરકાર તરફે ધારદાર દલીલો કરી હતી. જે ધ્યાને લઇ કોર્ટે કિરીટસિંહના 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj