TRP અગ્નિકાંડ : વેરાવળ (સોમનાથ)ના નવદંપતિના મૃતદેહ ઓળખાયા : સબ પરિવારને સોંપાયા

Saurashtra | Rajkot | 29 May, 2024 | 12:38 PM
♦ અત્યાર સુધીમાં ગોંડલ, સુરેન્દ્રનગર, ધ્રોલ, ભાવનગર સહિતના પંથકના 25 લોકોના મૃતદેહ હતભાગીના પરિવારોને સોંપાયા છે
સાંજ સમાચાર

♦ ગેમ ઝોનમાં જેની 60 ટકા ભાગીદારી હતી તેવા આરોપી પ્રકાશભાઈ હિરનના ડીએનએ પણ મેચ થતા મૃતદેહ તેમના પરિવારને સોંપવા તજવીજ થઈ હતી

રાજકોટ, તા.29
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા બાળકો સહિતના લોકો જીવતા ભડથું થયા હતા. કુલ 27 મૃતદેહ મળ્યાનો તંત્રનો દાવો છે. જેમાં એક પણ મૃતદેહની ઓળખ થઈ નહોતી. જેથી તમામના ડીએનએ ટેસ્ટ થયા હતા. જેમાં વેરાવળ (સોમનાથ)ના નવદંપતિના મૃતદેહ ઓળખાયા હતા અને તેમના સબ પરિવારને સોંપાયા હતા.

સૂત્રોએ જણાવ્યું કે, ગત રાત સુધીમાં 24 બોડીના ડીએનએ મેચ થયા છે. અત્યાર સુધીમાં 19 મૃતદેહ હતભાગીના પરિવારોને સોંપાયા છે. ગેમ ઝોનમાં જેની 60 ટકા ભાગીદારી હતી તેવા સંચાલક આરોપી પ્રકાશભાઈ હિરનના ડીએનએ તેની માતાના ડીએનએ સાથે પણ મેચ થતા મૃતદેહ તેમના પરિવારને સોંપવા તજવીજ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, વેરાવળ (સોમનાથ)ના વિવેકભાઈ અશોકભાઈ દુસારા અને રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા અશોકભાઈ મોડાસીયાની દીકરી ખુશાલીના લગ્ન ત્રણ માસ પહેલા જ થયા હતા. ખુશાલી માવતરે રોકવા આવી હતી. શનિવારે સવારે વિવેક વેરાવળથી રાજકોટ તેમના સસરાના ઘરે આવેલ. બપોર બાદ વિવેક અને ખ્યાતિએ ટીઆરપી ગેમ ઝોન જવા નક્કી કર્યું.

વિવેકની સાળી ત્રિશાલી મોડાસિયા આવતી નહોતી પણ વિવેકે તેને ધરાર સાથે આવવા તૈયાર કરી હતી. અહીં ટીઆરપી પહોંચ્યા પછી આગનો બનાવ બનતા આ ત્રણેય લાપતા હતા. જેમાં ડીએનએ સેમ્પલ લેવાતા ગઈકાલે રાત્રે ત્રણેયના ડીએનએ તેમના પરિવારના સભ્યો સાથે મેચ થતા મૃતદેહ સોંપવામાં આવેલ. બનાવથી પરિવારો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, 27 મૃતદેહ પૈકી આજ સવાર સુધીમાં 25 મૃતદેહ તેઓના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. જેમાં 1) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ, 2)સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ, 3) સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ, 4) જીગ્નેશ કાળુભાઇ ગઢવી, રહે. રાજકોટ, 5) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર, 6) વિશ્ર્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ, 7) આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ, 8) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર, 9) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર, 10) જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ, 11) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ, 12) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ, 13) વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા, રહે. રાજકોટ, 14) દેવર્ષિબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર , 15) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ, 16) શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ, 17) નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ, 18) વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ, 19) ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ, 20) ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ, 21) હરિતાબેન રતિલલભાઈ સાવલિયા, રહે. રાજકોટ, 22) ટિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ, 23) કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ, 24) મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ, અને 25) પ્રકાશ કનૈયાલાલ હિરન, રહે. રાજકોટનો સમાવેશ થાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj