TRP અગ્નિકાંડ : આરોપીઓના નિવેદન પર અધિકારીઓની ક્રોસ તપાસ

Saurashtra | Rajkot | 30 May, 2024 | 03:36 PM
♦ ગત મોડી રાત સુધી અધિકારીઓની પૂછપરછ ચાલી, હજુ આજે પણ બોલાવાયા
સાંજ સમાચાર

♦ સસ્પેન્ડ કરાયેલા સાત અધિકારીઓને ઉપરાંત ફાયર બ્રિગેડ, મનપા, માર્ગ મકાન વિભાગ, પીજીવીસીએલ સહિતના સંબંધિત વિભાગના ઓફિસરોની રેકર્ડ દસ્તાવેજો સાથે પૂછપરછ

 

♦ ફાયર, વીજ, મનપા, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પાસેથી વિગત લઈ તે વિગતને પણ ક્રોસ વેરીફાઈ કરવા આરોપોઓની પૂછપરછ થાય છે

રાજકોટ, તા.30
રાજકોટના ટીઆરપી અગ્નિકાંડના બનાવ મામલે ગઈકાલે પોલીસે સસ્પેન્ડ કરાયેલા સાત અધિકારીઓને ઉપરાંત ફાયર બ્રિગેડ, મનપા, માર્ગ મકાન વિભાગ, પીજીવીસીએલ સહિતના સંબંધિત વિભાગના ઓફિસરોને ઉઠાવી લઈ રેકર્ડ દસ્તાવેજો સાથે પૂછપરછ કરતા સરકારી બાબુઓમાં હડકંપ મચી ગયો હતો. સૂત્રોએ જણાવ્યું કે, મોડી રાત સુધી અધિકારીઓની પૂછપરછ ચાલી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, આરોપીઓ કોઈ નિવેદન આપે કે તેમણે જે તે વિભાગમાં અરજી કરી કે કોઈ જાણ કરી તો તુરંત તે વિભાગના અધિકારીઓને બોલાવી આરોપીઓના નિવેદનની ક્રોસ તપાસ થાય છે.

ઉપરાંત ફાયર, વીજ, મનપા, માર્ગ - મકાન વિભાગના અધિકારીઓ પાસેથી વિગત લઈ તે વિગતને પણ ક્રોસ વેરીફાઈ કરવા આરોપીઓની પૂછપરછ થઈ રહી છે. 27 લોકોનો જીવ લેનારા ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં હવે આકરા પગલાની તૈયારી શરુ થઇ ગઇ હોય તેમ ગઈકાલે બપોરે એક સાથે 11 અધિકારીઓને પૂછપરછ માટે પોલીસે ઉઠાવી લીધા હોવાની માહિતી મળી હતી.

જે અધિકારીઓની પૂછપરછ થઈ તેમાં કોર્પોરેશનના ટીપીઓ, ફાયર વિભાગના વડા-નાયબ વડા, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જીનીયર ઉપરાંત સસ્પેન્ડ કરાયેલા સાત અધિકારીઓની આગવી ઢબે પૂછપરછ થઈ હતી. તપાસ માટે રાજકોટ સિટી પોલીસે એક ખાસ તપાસ ટીમની રચના કરી છે. જેમાં સીટના અધ્યક્ષ એસીપી ક્રાઈમ ભરત બી. બસીયા, સભ્ય ડીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયા, બી. પોલીસ સ્ટેશન પીઆઈ એસ.એમ.જાડેજા, એલસીબી ઝોન 2 પીએસઆઇ આર.એચ.ઝાલા, ક્રાઈમ બ્રાંચ પીએસઆઇ ડી.સી.સાકરીયા તપાસ ચલાવી રહ્યા છે.

સમગ્ર સીટના સભ્યો દ્વારા જુદા જુદા મુદ્દે તપાસ થઈ રહી છે. આરોપીઓના રિમાન્ડ મળતા 1) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (ઉવ.30 ગોપાલનગર શે.નં.6, ગોપાલચોરા પાસે, શિવાલય બિલ્ડીંગ, ફલેટ નં.201, ઢેબરરોડ પાસે, રાજકોટ), 2) નીતીનકુમાર મહાવીરપ્રસાદ લોઢા જૈન (ઉવ.41, રહે. જલારામ પ્લોટ 2, ઉમીયા ચોક, બંધ શેરી, તપસ્વી સ્કુલની બાજુમાં, યુનિવર્સીટી રોડ, ઇન્દીરા સર્કલ નજીક, રાજકોટ) 3) રાહુલ લલીતભાઇ રાઠોડ (ઉ.વ. 28, રહે. ‘પરીશ્રમ’ મહાદેવવાડી શે.નં.6, લોહાણા મહાજન વાડી પાસે, ગોંડલ) 4)કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા (ઉવ.56, ધંધો ખેતી, રહે. નવજોત પાર્ક, શેરી નં.3, કલરવ બાળકોની હોસ્પિટલ સામેની શેરી, 150 ફુટ રીંગરોડ, રાજકોટ), 5) ધવલ ભરત ઠક્કરની અલગ અલગ અધિકારીઓ દ્વારા રિમાન્ડ લેવામાં આવી રહી છે.

આ આરોપીઓ જે જે નિવેદન આપે તે જે તે વિભાગ સંલગ્ન લાગે તો તુરંત તે વિભાગના અધિકારીઓને બોલાવી વિગતનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે. ગઈકાલે કોર્પોરેશનના મુખ્ય ટાઉન પ્લાનીંગ ઓફિસર (ટીપીઓ) એમ.ડી. સાગઠીયાને ગત સવારે કોર્પોરેશન ખાતે મીટીંગમાં હતા ત્યારે જ ચાલુ બેઠકમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમ તેમને લઇ ગઇ હતી. આ સિવાય કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, નાયબ ફાયર ઓફિસર ઠેબાને પણ લઇ જવામાં આવ્યા હતા.

આ સિવાય પીજીવીસીએલના લક્ષ્મીનગર સબ ડીવીઝનના ડેપ્યુટી એન્જીનીયર એસ.કે. ચૌહાણને પણ પોલીસ પૂછપરછ માટે ઉપાડી ગઇ હતી. કોર્પોરેશનના આસી. ટાઉન પ્લાનર ગૌતમ જોષી, આસી. એન્જીનીયર જયદિપ ચૌધરી, ફાયર વિભાગના ઓફિસર રોહિત વિગોરા, માર્ગ-મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમા, આર.એસ. કોઠીયા તથા પોલીસ ઇન્સ. એન.આઇ. રાઠોડ અને વી.આર. પટેલને અગાઉ સસ્પેન્ડ કરાયા હતા. આ અધિકારીઓની પણ લંબાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. આગળ જતાં પોલીસ નિવેદનો પર ક્રોસ તપાસ થયા પછી તે સંબંધના કાગળો કબ્જે કરી રહી છે. 

 

ટાઉન પ્લાનિંગ, બાંધકામ એ પોલીસ માટે નવો વિષય, નિયમો સમજવા પ્રયત્ન
આ તરફ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ફાયર સેફટીને લઈ પોલીસ જ્ઞાન ધરાવે છે. આ વિષય અગાઉ આવી ગયેલો હોવાથી પોલીસ પાસે તેના નિયમો અંગે સમજ છે. પણ ગેમ ઝોનના સ્ટ્રક્ચરને લઈ ટાઉન પ્લાનર ઓફિસરો અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને વીજ કનેક્શન માટે પીજીવીસીએલના અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે. આ વિષયોમાં શું નિયમો છે. કઈ કઈ બાબતોમાં નિયમ ભંગ થાય છે. તે સમજવા પોલીસે પણ આ વિષયના નિયમો સમજવા જરૂરી છે તેથી પોલીસ માટે પણ આ સ્થિતિ નવી કહીં શકાય.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj