ચીનના યુદ્ધ અભ્યાસથી ઘેરાયેલા તાઈવાનનો હુંકાર; સ્વરક્ષણ માટે કટીબદ્ધ

World | 24 May, 2024 | 05:26 PM
નાગરિકોની સુરક્ષા સરકારની જવાબદારી; ગમે તેવા પડકારનો સામનો કરશુ: રાષ્ટ્રપતિ
સાંજ સમાચાર

બીજીંગ,તા.24
ચીને તાઈવાન સામે તેની વિશાળ સૈન્ય કવાયત શરૂ કરી છે. ચીની સાહસિકતાના જવાબમાં, તાઈવાનના નવા ચૂંટાયેલા પ્રમુખ લાઈ ચિંગ-તેએ લશ્કર સાથે ખભે ખભા મિલાવીને તાઈવાનની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ચીને પોતાના સૈન્ય અભ્યાસને જોઈન્ટ સ્વોર્ડ- 2024અ નામ આપ્યું છે. તેનો ઉદ્દેશ્ય તાઇવાનમાં સત્તા કબજે કરવાનો, સંયુક્ત હુમલા શરૂ કરવાનો અને મુખ્ય વિસ્તારોને કબજે કરવાનો છે. ઉપરાંત, તાઇવાનની ક્ષમતાનું મૂલ્યાંકન કરવું પડશે.

મરીન કોપ્ર્સની 66મી બ્રિગેડની મુલાકાત લીધી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાઈવાન સશસ્ત્ર દળોના કમાન્ડર-ઈન-ચીફ તરીકે, ચિંગ-તે પ્રથમ વખત તાઓયુઆનમાં તૈનાત મરીન કોપ્ર્સની 66મી બ્રિગેડની મુલાકાત લીધી.

આ દરમિયાન તેમણે કહ્યું કે મારી જવાબદારી દેશની રક્ષા અને તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. લાઇએ કહ્યું કે અમે બાહ્ય પડકારો અને ધમકીઓનો સામનો કરવા મક્કમ છીએ.

અમે સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યોનું રક્ષણ કરીશું. અમે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાનું રક્ષણ કરીશું. અમે સૈન્ય કર્મચારીઓની સાથે ઊભા છીએ અને રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરીશું. સેનાની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કરતા, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ તમામ નાગરિકોને તેમના પદ પર અડગ રહેવાની ખાતરી આપી.

તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સેનાની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે સંરક્ષણ ક્ષેત્રના સુધારા, સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા અને લશ્કરી કર્મચારીઓની સંભાળ સુનિશ્ચિત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. જોકે, તેમણે ચીની સેનાની કવાયત પર સીધી ટિપ્પણી કરી ન હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj