વેપારી - વિદ્યાર્થીઓ પણ ‘ડિજિટલ ફ્રોડ’ કરવા લાગ્યા

શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂા. 20 લાખ પડાવ્યા : જામનગરથી સાત શખ્સો ઝબ્બે

Crime | Surat | 21 April, 2025 | 12:21 PM
સાંજ સમાચાર

સુરત, તા. 21
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં આરોપીઓ પીડિતને વીડિયો કોલ કરીને પોલીસની ઓળખ આપી પૈસા પડાવે છે. આવી જ ઘટના સુરતમાં બની હતી. જેમાં સુરતના શિક્ષકને વોટસએપ પર વીડિયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યા હતા. જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઈમબ્રાંચના ડીસીપી તરીકેની ઓળખ આપી હતી.

સુરતમાંથી એક શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવવાના મામલે સાયબર પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા 20,00,000ના ડિજિટલ અરેસ્ટને મામલે પોલીસે વધુ 7 આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે.

આરોપીઓએ સુરતના શિક્ષકને વોટસએપ વીડિયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યા હતા. જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઈમબ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપી હતી.

પોલીસની ખોટી ઓળખ આપીને શિક્ષકને કહ્યું કે, તમારૂં વિદેશથી પાર્સલ આવ્યું છે જેમાં 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ તથા ડ્રગ્સ મળ્યું આવ્યું છે. તેમ કહીને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી રૂપિયા 20 લાખ પડાવી લીધા હતા.

આ રકમ પૈકી 10.34 લાખની રકમ 2 આ ટોળકીના સાગરિતોના ખાતામાં આવી હતી. પકડાયેલામાં ટ્રાન્સપોર્ટર, મોબાઇલનો વેપારી, કોલેજનો વિદ્યાર્થી,ચાની લારીવાળા સહિતના આરોપીઓ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj