વોશિંગ્ટન : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે આખી દુનિયાની નજર આ બંને દેશો પર ટકેલી છે. હવે આ બંને દેશો વચ્ચે અમેરિકાની મધ્યસ્થી હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે.
ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં મધ્યસ્થી કરવાના અમેરિકાના પ્રયાસો અંગે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું, આ એવી બાબત છે. જેમાં સેક્રેટરી ઓફ સ્ટેટ અને હવે આપણા NSA માર્કો રુબિયો સામેલ છે.
રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું છે કે, તેઓ ઇચ્છે છે કે આ તણાવ શક્ય તેટલી ઝડપથી ઓછો થાય. તેઓ સમજે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઓવલ ઓફિસમાં આવ્યા તે પહેલાં, આ બંને દેશો દાયકાઓથી એકબીજા ઘર્ષણમાં છે. જોકે, બંને દેશોના નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો બંને દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે, આ સંઘર્ષને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ નિવેદન ત્યારે આવે છે જ્યારે છેલ્લા બે દિવસથી ઉપરાષ્ટ્રપતિ વેન્સ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ બન્ને કહેતા હતા કે અમે વચ્ચે કશું બોલવા નથી માંગતા. અમારે બન્ને સાથે સારા સંબંધ છે તેથી અમે કોઈને ઊભા રહેવા માટે નહીં કહીએ.
પાકિસ્તાન દ્વારા સતત સરહદનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આવી સ્થિતિમાં, આખી દુનિયા તેના પર નજર રાખી રહી છે. હવે યુએસ વ્હાઇટ હાઉસે પણ આ મામલે ગંભીરતા વ્યક્ત કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy