જામનગર તા.15
જામનગર-ખંભાળિયા હાઇવે પર આવેલ નાઘેડી પાટિયા નજીક ગઇકાલે રેન્જ રોવર કાર, ટ્રેકટર અને બોલેરો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ પ્રકરણમાં કાર સવાર અને ટ્રેકટર ચાલકને ઇજા પહોંચી હતી જ્યારે બોલેરોમાં નુકસાની થઇ હતી. આ મામલે ફુલ સ્પીડે કાર ચલાવનાર રેન્જ રોવરના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જામનગર-ખંભાળિયા હાઇવે પર નાઘેડી પાટિયા નજીક ગઇકાલે રેન્જ રોવર કાર, ટ્રેકટર અને બોલેરો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઠેબા ગામના રહેવાસી ધીરજભાઇ ગોવિંદભાઇ મકવાણા પોતાનું જીજે-33-બી-9626 નંબરનું ટ્રેકટર ટ્રોલી લઇને ગઇકાલે નાઘેડી પાટિયા નજીકથી પસાર થઇ રહ્યાં હતાં. દરમિયાન એમએચ-43-સીએ-2016 નંબરની રેન્જરોવર કારના ચાલકે પોતાની કાર વાયુવેગે ચલાવી ટ્રેકટરને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જોરદાર ઠોકર લાગવાને કારણે ટ્રેકટર ટ્રોલી પલ્ટી મારી ગયું અને ટ્રેકટરના ચાલક ધીરજભાઇને ફેફસામાં તથા સ્પાઇનમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઉપરાંત ટ્રેકટરને ઠોકર માર્યા બાદ પણ રેન્જરોવર કારની સ્પીડ એટલી હતી કે આગળ જતાં બોલેરોને પણ ઠોકર લાગી હતી. જેમાં બોલેરોમાં નુકસાની થઇ હતી અન. રેન્જ રોવર કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેસેલ એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે ક્ષણિક ટ્રાફીક જામ સર્જાયો હતો.
આ બનાવ અંગે જામનગર તાલુકાના ઠેબા ગામે ખારા વિસ્તારમાં રહેતાં કૌશીકભાઇ અશોકભાઇ મકવાણાએ સિક્કા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફીક જામ દૂર કરવાની રસ્તો ફરી શરૂ કરાવ્યો હતો. કૌશીકભાઇની ફરિયાદના આધારે પોલીસે એમએચ-43-સીએ-2016 નંબરની રેન્જરોવર કારના ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy