ચેન્નાઈ,તા.23
ટેસ્લા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) વૈભવ તનેજા આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યાં છે. જેનું કારણ 2024માં તેની કુલ કમાણી 139 મિલિયન ડોલર છે.
આ રકમ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાને આપવામાં આવેલા પગારથી પણ વધારે છે. ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટે 2024માં પિચાઈને લગભગ 10.73 મિલિયન ડોલર અને નડેલાને 79.1 મિલિયન ડોલર આપ્યા હતાં.
જો કે, નિષ્ણાતોના મતે, 139 મિલિયન ડોલરની આ રકમ ઓલ-કેશ સેલેરી નથી, પરંતુ તેમાં સ્ટોક ઓપ્શન્સ અને પરફોર્મન્સ-આધારિત બોનસનો સમાવેશ થાય છે. તનેજાનો ટેસ્લાથી બેઝિક પગાર લગભગ 400,000 ડોલર છે. બાકીની કમાણી શેર અને બોનસના રૂપમાં આવતી હતી, જેની કિંમત ટેસ્લાના શેર દીઠ 250 ડોલર હતી.
આંતરરાષ્ટ્રીય ટેક્સ એક્સપર્ટ અને જૈનસેન સાંધવી એન્ડ એસોસિએટ્સના સંસ્થાપક ધ્રુવ જૈનસેન સંઘવીએ કહ્યું કે, તેમને 2024માં માત્ર 303.864 ડોલરનો રોકડ પગાર મળ્યો હતો. બાકીની રકમ શેર અને બોનસના રૂપમાં હતી, જેની કિંમત બજારમાં મળતી કિંમત પર નક્કી કરવામાં આવે છે.
જે દિવસે તેમણે શેર ખરીદ્યા તે દિવસે તેમની વાસ્તવિક કિંમત અને તેમને મળેલી ડિસ્કાઉન્ટેડ કિંમત વચ્ચેનો તફાવત પણ તેમની કમાણી તરીકે ગણવામાં આવશે.
2017 માં એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લામાં જોડાયા બાદ તનેજામાં ઝડપી વધારો જોવા મળ્યો છે. આ પહેલાં તે પીડબ્લ્યુસી અને સોલારસિટીમાં કામ કરી ચૂક્યાં છે.
આલ્ફાબેટે 2024માં સુંદર પિચાઈને 10.73 મિલિયન ડોલરની સેલરી આપી હતી માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાને 79.1 મિલિયન ડોલરની સેલરી મળી હતી.
તનેજાનો બેઝિક પગાર 400000 ડોલર છે, બાકીનો પગાર શેર્સ અને બોનસના સ્વરૂપમાં મળે છે.
વૈભવ તનેજાની તરક્કીની કહાની
► 2017માં ટેસ્લામાં જોડાયાં.
► 2019માં ટેસ્લાના ચીફ એકાઉન્ટિંગ ઓફિસર બન્યાં.
► 2021માં ટેસ્લા ઇન્ડિયા મોટર્સ ડિરેક્ટર તરીકે ચૂંટાયા.
► 2023માં ટેસ્લાના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (સીએફઓ) બન્યાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy