(રીમલભાઇ બગડીયા)
બોટાદ, તા. 23
બોટાદ મોચી સમાજ દ્વારા તા.20ના રવિવારે રોજ મોચી સમાજના સંતશ્રી લાલાબાપાની 84 મી પુણ્યતિથિની ઉજવણી શ્રી બોટાદ મોચી સમાજની વાડી ખાતે કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત બોટાદ મોચી સમાજના બહેનો દ્વારા ભવ્ય સત્સંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
બોટાદ મોચી સમાજના મેનેજીંગ ટ્રસ્ટી ગણપતભાઈ બાવલભાઈ ગોહેલ તેમજ આજીવન ટ્રસ્ટીશ્રી અશ્વિનભાઈ પોપટભાઈ ગોહેલ તરફથી બોટાદ મોચી સમાજ પ્રમુખશ્રી,ઉપપ્રમુખશ્રી તેમજ તમામ કારોબારી સભ્યોનું રાજસ્થાની પાઘડી પહેરાવી સભ્યોની કામગીરીને બિરદાવીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
બાલકૃષ્ણભાઈ જાદવ દ્વારા શ્રી લાલાબાપાના જીવન કવન વિશે સુંદર વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ પુણ્યતિથિ પ્રસંગે સમૂહ ભોજનના દાતા રમેશભાઈ જેરામભાઈ મુંજાણી અને વર્ષાબેન રમેશભાઈ મુંજાણીનું બોટાદ મોચી સમાજ દ્વારા શાલ ઓઢાડી તેમજ હાર પહેરાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ ગોહીલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા બોટાદ મોચી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખશ્રી તેમજ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy