ગત સપ્તાહમાં જ પદભાર સંભાળનાર ચીફ જસ્ટિસનું મહત્વનું વિધાન

સંસદ - સરકાર કે ન્યાયતંત્ર નહી, બંધારણ જ સર્વોચ્ચ : જસ્ટિસ ગવઈ

India | 19 May, 2025 | 12:23 PM
બંધારણનો ત્રણેય પાંખોએ એકબીજાના સન્માન સાથે કામ કરવાનુ છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના સંસદ સર્વોચ્ચ વિધાનોનો જવાબ: સંસદ બંધારણના ‘હાર્દ’ ને અડી શકે નહી
સાંજ સમાચાર

નવી દિલ્હી: હાલમાં જ કાર્યભાર સંભાળનાર દેશના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ભૂષણ ગવઈએ તેમના પ્રથમ મહત્વના વિધાનમાં દેશમાં બંધારણ જ સર્વોપરી હોવાનું જણાવીને ન્યાયતંત્ર સંસદ અને સરકાર એ ત્રણેય એક સમાન જ અધિકાર ધરાવતા હોવાનું સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું.

હાલમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે ન્યાયતંત્ર કે બંધારણ નહી. સંસદ જ સર્વોપરી હોવા અંગે કરેલા વિધાનો પર શ્રી ગવઈએ આ જવાબ આપ્યો હોવાનો સંકેત છે.

તેઓએ જણાવ્યું કે, ત્રણેય પાંખ, ન્યાયતંત્ર, સંસદ કે સરકાર કોઈ એકબીજા પર સર્વોપરી નથી. આ ત્રણેય પાંખોએ એકબીજા સાથે સંકલન કરીને બંધારણીય જોગવાઈ-ભાવના મુજબ કામ કરવાનું હોય છે.

સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે હાલમાં જ નવો મોરચો મંડાયો છે. રાષ્ટ્રપતિ અને રાજયપાલોએ વિધાનસભામાં મંજુર કરતા ખરડાઓ પર નિર્ણય લેવા સુપ્રીમકોર્ટે જે સમય મર્યાદા નિશ્ચિત કરી તે સંદર્ભમાં રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને 14 મુદાઓ પર સ્પષ્ટતા માંગી છે અને ખાસ એ જણાવ્યું છે કે બંધારણમાં આ અંગે કોઈ સમય મર્યાદા નથી તો સુપ્રીમકોર્ટે તે કામ નિશ્ચિત કરી શકશે.

આ અંગે આગામી દિવસોમાં બી.જી.ગવઈના નેતૃત્વ હેઠળની ખંડપીઠ જ રાષ્ટ્રપતિને સ્પષ્ટતા આપે તેવી ધારણા છે. સરકારની અવારનવાર ફરિયાદ છે કે સુપ્રીમકોર્ટ, હાઈકોર્ટ વધુ પડતી ન્યાયીક સક્રીયતાથી તેની મર્યાદા ઓળંગી રહી છે.

બાર કાઉન્સીલ ઓફ મહારાષ્ટ્ર અને ગોવાના એક કાર્યક્રમમાં સંબોધન સમયે ચીફ જસ્ટીસે આ વિધાનો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે બંધારણનો મૂળભૂત ઢાંચો મજબૂત છે અને તેના ત્રણેય પાયા (વિંગ) પણ મજબૂત છે. આ ત્રણેય પાંખો એ બંધારણને જવાબદાર છે અને તેઓએ એકબીજાને સન્માન આપવુ જોઈએ.

તેઓએ મહત્વના વિધાનમાં કહ્યું કે, સંસદને બંધારણમાં સુધારાનો અધિકાર છે પણ તે મૂળભૂત ઢાંચાને અડી શકે નહી. કારણ કે આ મૂળભૂત ઢાંચો એ બંધારણનું હાર્દ છે તે સર્વોચ્ચ છે. કાનૂનથી તમો ન્યાયતંત્રની સ્વતંત્રતાને અવરોધી શકો નહી અને સંસદ બંધારણીય સુધારાથી પણ તેમ કરી શકે નહી.

 

રાજયના મુખ્ય સચિવ, પોલીસ વડા પ્રોટોકોલ મુજબ હાજર ન રહેતા ચીફ જસ્ટિસની આકરી ટકોર
ત્રણ ઉચ્ચ અધિકારીઓ હાફળા ફાફળા થઈને દોડયા
મુંબઈ:

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી બી.આર.ગવઈ ગઈકાલે મહારાષ્ટ્રની મુલાકાતે ગયા તે સમયે રાજયના ચીફ સેક્રેટરી સુજાતા રાજયના પોલીસવડા રશ્મી શુકલા અને મુંબઈના પોલીસ કમિશ્નર દેવેન ભારતી તેમને આવકારવા હાજર ન રહેતા ચીફ જસ્ટીસે આકરા શબ્દોમાં પ્રોટોકોલનો મુદો ઉઠાવ્યો હતો. તેઓએ બાર એસો.ના કાર્યક્રમમાં જણાવ્યું કે જો કે હું કોઈ પ્રોટોકોલનો આગ્રહી નથી.

હું મારા શહેરમાં સ્કુટર પર પણ ફરુ છું. જયારે કોઈ જજ પ્રોટોકોલ તોડે તો બંધારણે આપેલા કલમ 142 હેઠળની ખાસ સતા અંગે ચર્ચા થાય છે પણ અહી દેશની એક બંધારણીય સંસ્થાના વડાની હાજરી સમયે ચીફ સેક્રેટરી, રાજયના અને મહાનગરના પોલીસ વડા હાજર રહેતા નથી તેથી દેશની બંધારણીય સંસ્થાઓએ એકબીજા પ્રત્યે સન્માનની જે સ્થિતિ છે.

તેના પર પ્રશ્ન ઉભા થાય છે. તેઓએ કહ્યું કે, આ પ્રોટોકોલ કોઈ નવી બાબત નથી પણ લોકોને તેની જાણ થવી જોઈએ. બાદમા શ્રી ગવઈ રાજયમાં ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના સમાધી સ્થળ ચૈત્યભૂમિ પર પહોંચ્યા તો આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર થઈ ગયા હતા. તેઓ અને ચીફ જસ્ટીસના પડકાર વિધાનોની નોંધ લીધી હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj