(તસ્વીર: રીમલભાઈ બગડીયા),
બોટાદ,તા.5
બોટાદના પાળીયાદ રોડ પર એ-વલ્ડ મલ્ટીપ્લેક્સ પાસે આવેલ "ઘી ફેલોશીપ સ્કૂલ" ખાતે વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓ જેમાં જુનિયર કે. જી., સિનિયર કે. જી., બાળવાટિકા અને ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, નાટક, વેસ્ટન ડાન્સ, સ્કેટિંગ ડાન્સ, ગરબો, પિરામિડ વગેરે પર્ફોમન્સ આપી ઉપસ્થિત મહેમાનોને રાજી કરી દીધા હતાં.
વર્ષ દરમિયાન અભ્યાસક અને સહ અભ્યાસક પ્રવૃત્તિઓમાં ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી ડો.હિના જગદીશકુમાર પાંધી તેમજ તમામ શિક્ષકો અને પાયોનિર એકેડમીના મનીષ સર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy