મુંબઈ,તા.15
બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર મોતની ધમકી મળી છે. ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં અભિનેતાની કારને બોમ્બથી ઉડાવી દેવાની અને તેમના ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આ ઉપરાંત વરલી પોલીસ સ્ટેશનમાં પણ ફોન કરવામાં આવ્યો હતો. આ ફોન કોલના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, આ મામલે પોલીસે વડોદરાથી 26 વર્ષીય યુવકની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં વરલી પોલીસે વડોદરાથી 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે, જેણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને વોટ્સએપ મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ઓળખ મયંક પંડ્યા તરીકે થઈ છે, જેની પોલીસ ટીમે પૂછપરછ કરી હતી પરંતુ બાદમાં નોટિસ પાઠવ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર, મયંક પંડ્યાએ મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે, "હું સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તમને મારી નાખીશું અને તેમની કારને બોમ્બથી ઉડાવી દઈશ.’
જોકે મેસેજમાં બિશ્નોઈ ગેંગનું નામ નહોતું, પરંતુ તેનો સ્વર અભિનેતાને મળેલી અગાઉની ધમકીઓ જેવો જ હોવાનું કહેવાય છે. સંદેશના આધારે, વર્લી પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 351(2) અને 351(3) હેઠળ FIR નોંધી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ વડોદરાના પોલીસ અધિક્ષક રોહન આનંદે જણાવ્યું હતું કે સોમવારે મુંબઈ પોલીસની એક ટીમ વાઘોડિયા
ફપોલીસ સાથે ધમકી આપનાર શખ્સના ઘેર પહોંચી હતી.
તપાસમાં બહાર આવ્યું કે આ 26 વર્ષનો યુવક માનસિક રીતે બીમાર છે અને તેની સારવાર ચાલે છે. મુંબઈ પોલીસ પુછપરછ માટે નોટિસ આપીને ચાલી ગઈ હતીં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy