નવાગામ ઘેડમાં કરીયાણાના પૈસા માંગનાર દુકાનદારની હત્યા કરનાર આરોપી ઝડપાયો

Local | Jamnagar | 30 May, 2024 | 02:54 PM
આરોપી જયદીપસિંહ ઉર્ફે મુંગો નામના શખ્સની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ: પોલીસે હત્યામાં વપરાયેલ છરી પણ કબ્જે કરી
સાંજ સમાચાર

જામનગર તા.30
જામનગરના નવાગામ ઘેડમાં મંગળવારે સાંજે હત્યાની ઘટના સામે આવી હતી. કરિયાણાની દુકાન ચલાવતા યુવાનને છરીનો ઘા ઝીંકી પરલોક પહોંચાડી દેવાતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં આરોપી તરીકે નવાગામ ઘેડમાં જ રહેતાં શખ્સની સંડોવણી સામે આવતા પોલીસને તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીને દબોચી લેવામાં સફળતા સાંપડી છે. પોલીસે આરોપી જયદિપસિંહ ઉર્ફે મુંગોની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

સમગ્ર જામનગર શહેરમાં સનસનાટી મચાવતી આ ઘટનાની જામનગર સિટી બી ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયેલ વિગત મુજબ શહેરના નવાગામ ઘેડ, ગોપાલ ચોક, રાઠોડ ફળી, શ્રીજી પ્રોવિઝન સ્ટોર સામે યુવાનને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી. નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં સહદેવસિંહ કેશુભા રાઠોના નામના યુવાન કરિયાણાની દુકાન થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન નવાગામ ઘેડ જ ગોપાલ ચોક, રાઠોડ ફળીમાં રહેતો જયદીપસિંહ ઉર્ફે મુંગો કેશુભા વાળા નામનો શખ્સ દુકાનેથી ઉધાર માલ લઇ ગયો હતો.

બાદમાં આરોપી જયદિપસિંહ ઉર્ફે મંગો કેશુભા વાળાએ રૂપિયા ન આપતા સહદેવસિંહ કેશુભા રાઠોડે તેના પૈસાની ઉઘરાણી કરી હતી. પૈસાની ઉઘરાણીને પગલે જયદિપસિંહ ઉશ્કેરાઇ ગયો હતો અને સહદેવસિંહ પર છરી વડે હુમલો કરી દીધો હતો. જેમાં છરીનો જીવલેણ ઘા સહદેવસિંહને છાતીની ડાબી બાજુ પડખામાં ઝીંકી દીધો હતો. આરોપી છરીનો ઘા ઝીંકી નાશી ગયો હતો.

બીજી બાજુ સ્થાનિક લોકોએ સહદેવસિંહને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જો કે સારવાર કારગત નિવડે તે પહેલાં જ સહદેવસિંહનું મોત નિપજ્યું હતું. જેને લઇને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું અને હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતાં.

આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. આ બનાવ અંગે કિશોરસિંહ નવલસિંહ રાઠોડએ આરોપી જયદીપસિંહ ઉર્ફે મુંગો કેશુભા વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ હત્યાની કલમ આઇ.પી.સી. 302, જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj