યુવતીને લવજેહાદમાં ફસાવી દુષ્કર્મ કર્યાની ફરિયાદમાં આરોપીના જામીન રદ

Crime | Rajkot | 11 June, 2024 | 04:27 PM
રાજકોટની નોવા ફાર્મ હોટલમાં લઇ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી
સાંજ સમાચાર

રાજકોટ, તા.11
યુવતીને લવજેહાદમાં ફસાવી દુષ્કર્મ કર્યાંની ફરીયાદમાં આરોપીના જામીન રદ થયા છે. કેસની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રહેતી યુવતીને આરોપી મહોમદ અખ્તર અબ્દુલ ડેલાની ઓળખાણ થયેલી અને આ આરોપીએ પ્રથમથી પોતાનો બદઈરાદો પાર પાડવા તથા યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવવા વાતોમાં ભોળવીને મિત્રતા કરી, ગોંડલના ડૈયા ગામે આવેલ એક મસ્જીદમાં લઈ ગયો હતો ત્યાં મુસ્લીમ ધર્મનું અનુકરણ કરવું જોઈએ તેવી વાતો કરી કંઈક પીણું પીવડાવેલ. 

તા. 23/2/2024 ના રોજ રાજકોટ ખાતે ફુલછાબ ચોકમાં આવેલ હોટલ નોવા પામમાં આરોપીએ યુવતીને લઈ જઈ નમાજ પઢેલ અને યુવતીને પણ ફરજિયાતપણે નમાજ પડવાનું દબાણ કરેલ અને કહેલ કે હવે આપણાં નિકાહ થઈ ગયા છે. બળજબરીથી યુવતિ સાથે દુષ્કર્મ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આ ફરિયાદ નોંધાતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. 

આરોપીએ જામીન અરજી કરતા સરકાર પક્ષે અને ફરિયાદી પક્ષે રોકાયેલ વકીલે ધારદાર દલીલો કરી હતી. જે ધ્યાને લઇ કોર્ટે જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ અતુલભાઈ જોષી તથા મુળ ફરીયાદી તરફે એડવોકેટ અશ્વિન ડી. પાડલીયા, રાહુલ બી. મકવાણા, રવિરાજસિંહ વી. રાઠોડ, ભાર્ગવ બોડા, તથા આસીસટન્ટ તરીકે યશરાજસિંહ એમ. જાડેજા રોકાયેલા હતા. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj