RAJKOT : બે બાઈકને ફૂટબોલની જેમ ફંગોળી, કારે વીજ થાંભલો ઉખેડી નાખ્યો

Crime | Rajkot | 29 May, 2024 | 04:10 PM
◙ મવડી ચોકડી પાસેની ઘટના: બે બાઈક ચાલક ઇજાગ્રસ્ત : ચાલક અર્જુનસિંહ ઝાલા નશામાં હતો કે શું? પો લીસ મેડિકલ ચેકઅપ કરાવશે
સાંજ સમાચાર

◙ કાર ચાલક ભાગવા જતો હતો ત્યાં જ લોકોએ દબોચી લીધો : પોલીસને સોંપ્યો : ધરપકડ કરાઈ : ગુનો દાખલ

રાજકોટ, તા.29
ગત મોડી રાત્રે 11 વાગ્યા આસપાસ મવડી ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ પર એક બેકાબુ કાર બે બાઈકને ફૂટબોલની જેમ ફંગોળી વીજ થાંભલા સાથે અથડાતા વીજ થાંભલો રોડ પર પડી ગયો હતો.

બનાવના પગલે પોલીસ અને પીજીવીસીએલનો સ્ટાફ દોડી ગયો હતો. બે બાઈક ચાલકને ઇજા થતાં એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક અર્જુનસિંહ ઝાલાની ધરપકડ કરાઈ હતી. તે નશામાં હતો કે શું? તે જાણવા પોલીસ મેડિકલ ચેકઅપ કરાવશે. તેમ જાણવા મળે છે.

ફરિયાદી પ્રફુલકુમાર મગનલાલ ઢોરડા (ઉં.વ.50, રહે.સીટીઈકોન એપાર્ટમેન્ટ, ઉદયનગર-2 શેરી નં.6 મવડી ચોકડી)એ જણાવ્યું કે, હું સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરું છું. ગત રાત્રે 11 વાગ્યા આસપાસ હું મારું જીજે - 03 - જેયુ - 1890 લઈને શાપરથી મારા ઘરે જતો હતો. મવડી ચોકડી પાસે પહોંચતા, ચોકડીથી આગળ અચાનક એક કાર પાછળથી આવીને મને ટક્કર મારતા હું ફંગોળાઈ ગયેલ અને ઢસડાયેલ જેથી મને પીઠના ભાગે છોલાયેલ તથા મોઢાના ભાગે નાકના ભાગે તથા જમણી આંખ પાસે તથા માથાના ભાગે ઈજા થયેલ હતી.

આ કાર વીજ થાંભલા સાથે ભટકાયેલ હતી અને અન્ય એક બાઈક ચાલકને પણ હડફેટે લીધેલ હતો. તે ચાલકને પણ ઈજા થઈ હતી. કારના અથડાવાથી વીજ થાંભલો રોડ ઉપર પડી ગયેલ હતો. લોકોના ટોળામાંથી અમુક લોકોએ મને ઉભો કરી સાઈડમાં બેસાડેલ. મને સખત લોહી વહેતું હોય, જેથી કોઈએ 108માં ફોન કરેલ.

કોઈ પરિવારના નંબર માગતા મેં મારા મિત્ર કેતનભાઈનો નંબર આપેલો, જેથી કોઈ અજાણ્યા ભાઈએ તેમને ફોન કરીને જાણ કરેલ. કારના નંબર જીજે - 27 - એ.એચ - 4492 હતા. કારમાંથી એક શખ્સ ઉતરેલ જે આશરે 25 થી 30 વર્ષની ઉંમરનો હતો. તે ભાગવા જતો હતો પણ લોકોના ટોળાએ તેને પકડી રાખેલ. મને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ. મને માથાના ભાગે ચાર જેટલા ટાંકા આવેલ હતા.  

બનાવના પગલે માલવીયાનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. એએસઆઈ કે. યુ. વાળાએ ફરિયાદ નોંધાતા ગુનો દાખલ થયો હતો. ચાલક અર્જુનસિંહ મહાવીરસિંહ ઝાલાની અટકાયત કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj