મુંબઈ,તા.17
વિક્કી કૌશલની કારકિર્દીમાં આ પહેલીવાર છે કે તેની સોલો ફિલ્મે રિલીઝના પહેલાં સપ્તાહમાં જ સો કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી છે. વિકીએ ‘છાવા’ ફિલ્મ માટે સખત મહેનત પણ કરી હતી અને તે લાંબા વાળ અને દાઢી લાંબા સમય સુધી રાખ્યાં હતાં અને તે આ લુક સાથે મહિનાઓ સુધી મુંબઇમાં જોવા મળતો હતો.
છાવાએ રિલિઝના પહેલાં જ દિવસે પોતાનાં બજેટના 20 ટકાથી વધુની કમાણી કરી છે. દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરની આ ફિલ્મે બીજા દિવસે અડધી સદી ફટકારી હતી અને રવિવાર સાંજ સુધીમાં આ ફિલ્મે ત્રીજા દિવસે જ સદી ફટકારી દીધી હતી. પહેલાં વીકએન્ડમાં જ ફિલ્મનું કલેક્શન 110 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, અને તેમાં હજુ વધારો થવાની ધારણા છે
વિક્કી કૌશલ, અક્ષય ખન્ના, રશ્મિકા મંદાના, આશુતોષ રાણા અને દિવ્યા દત્તા જેવાં કલાકારોથી શણગારેલી ફિલ્મ ’છાવા’એ શુક્રવારે તેની રિલીઝના પહેલાં દિવસે 31 કરોડની કમાણી કરી હતી. શનિવારે રિલીઝના બીજા દિવસે, આ ફિલ્મમાં 37 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતાં.
તેનાં રિલીઝના ત્રીજા દિવસે આ ફિલ્મે રૂ. 42 કરોડથી વધુની કમાણી કરી હતી, એટલે કે, રિલીઝના પહેલાં ત્રણ દિવસમાં ફિલ્મનું કુલ કલેકશન 110 કરોડ રૂપિયા રહ્યું છે. લોકોને ફિલ્મનાં સંગીત સાથે વિશેષ ફરિયાદ હતી કારણ કે એઆર રહેમાન દ્વારા રચિત એક પણ ગીત ફિલ્મમાં હિટ થઈ શક્યું નથી.
નિર્માતા દિનેશ વિઝનની બીજી ફિલ્મ ‘છાવા’, જે દિનેશ વિઝનની ફિલ્મ ‘સ્કાયફોર્સ’ ની આગળ નીકળતી જોવા મળે છે. જે તેની મેડોક ફિલ્મ્સને વધુ મજબૂત કરે છે, ગયાં વર્ષે, મેડોક ફિલ્મ્સ ‘મુંજ્યા’ અને ‘સ્ત્રી 2’ બે ફિલ્મોએ સારી કમાણી કરી હતી. આ વર્ષે મેડોકની ‘સ્કાયફોર્સ’ અને ‘છાવા’ એ વર્ષનાં પ્રથમ બે મહિનામાં જ સારી કમાણી કરી છે.
ફિલ્મ ‘છાવા’ ની ત્રણ દિવસની કમાણી :-
પ્રથમ દિવસ :- 31 કરોડ
બીજો દિવસ :- 37 કરોડ
ત્રીજો દિવસ :- 42 કરોડ
કુલ કમાણી :- 110 કરોડ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy