ચોટીલા તા.24
તલવાર બનાવવાની કલાનો વારસો ધરાવતા વાઢારા સમાજનો સર્વ પ્રથમ સમૂહ લગ્નોત્સવ રવીવારનાં ચામુંડા ધામ ચોટીલા ખાતે યોજાશે. ચોટીલા નજીક અમદાવાદ હાઈવે ઉપર આવેલ ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે તા.26ના જરૂરિયાતમંદ ત્રણ પરિવારોની દીકરીઓ પ્રથમ આયોજનમાં જોડાયેલ છે. આ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડનાર વર ક્ધયાનાં હસ્તે પ્રથમ ગૌ માતાની પૂજા અર્ચના ત્યાર બાદ લગ્ન વિધિ કરીને ગૌ માતાને રાષ્ટ્રમાતા સરકાર જાહેર કરે તેવો સંદેશો વહાવશે.
વિવિધ સમાજનાં દાતાઓએ દાનની સરવાણી વહાવી સામાન્ય પરિવારની દીકરીઓને ભવ્ય કરિયાવરની સોગાત આપી છે. લગ્નોત્સવ સાથે આગામી સમયમાં વાઢારા સમાજ સંગઠિત, યુવાનો શિક્ષિત, વ્યસન મુક્ત બને સમાજ અંદરનાં કુરિવાજો અને બેરોજગારી દૂર થાય તેવા ઉમદા કાર્ય હાથ ધરાશે.
સંતો મહંતો , વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ, સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ આપશે. વાઢારા સમાજ ફાઉન્ડેશનના અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ, મિતુલભાઈ કોહી, ભરતભાઈ ચાવડા રમેશભાઈ સોલંકી અતુલભાઇ કોહી બકુલભાઈ મારુ, ગીરીશભાઈ વાળા, સંજયભાઈ ધાનાણી, પ્રવીણભાઈ કોહી સહિતનાં એ સર્વ પ્રથમ સમૂહ લગ્નોત્સવ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy