ભારતીય ક્રિકેટ લાંબા સમયથી બેટ્સમેનોના ખભા પર ટકેલું છે. આ બેટ્સમેનો માત્ર પ્રેક્ષકોને જ આકર્ષતા નથી પરંતુ મેચનો માર્ગ બદલવાની ક્ષમતા પણ ધરાવે છે. પરંતુ વર્તમાન ઓસ્ટ્રેલિયા પ્રવાસ તેનાં માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. ખાસ કરીને પ્રથમ દાવ ભારતીય ટીમ માટે એક કોયડો બની ગયો છે. આમાં સુધારાની જરૂર છે,
તે પણ ઝડપથી સુધારાની જરૂર છે. છેલ્લાં પાંચ વર્ષમાં વિદેશી ટીમો માટે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં રન બનાવવા સૌથી મુશ્કેલ રહ્યાં છે. આ સમયગાળા દરમિયાન, 24 મેચોમાં, વિદેશી બેટ્સમેનોએ પ્રથમ દાવમાં માત્ર 21.75 ની એવરેજથી રન બનાવ્યાં છે અને માત્ર બે સદી ફટકારી છે.
ભારતે ચાલું પ્રવાસમાં સારું કમબેક કર્યુ હતું, પરંતુ એડિલેડમાં વાત અલગ હતી. પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. આવી સ્થિતિમાં ભારત માટે સૌથી મહત્વની બાબત એ છે કે મજબૂત બેટિંગ શરૂઆત કરવી. આ સિઝનમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં માત્ર એક જ સદી ફટકારી છે.
રસપ્રદ વાત એ છે કે આ સદી પણ આર. અશ્વિને ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે ફટકારી હતી. આ સિવાય ભારતીય બેટ્સમેનો 16 વખત શૂન્ય પર આઉટ થયાં છે. આ આંકડા ભારતીય ટીમનું પ્રથમ દાવમાં ખરાબ પ્રદર્શન દર્શાવે છે.
વર્તમાન શ્રેણીમાં પ્રથમ દાવમાં સારું પ્રદર્શન ન કરી શકવાનું એક કારણ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવાં દિગ્ગજ ખેલાડીઓનું આઉટ ઓફ ફોર્મ હોવું પણ છે. રોહિત એડિલેડમાં બંને ઇનિંગ્સમાં બે આંકડા સુધી પણ પહોંચી શક્યો ન હતો, જ્યારે વિરાટે પર્થમાં ચોક્કસપણે સદી ફટકારી હતી, પરંતુ એડિલેડમાં દબાણ હેઠળ તેની નબળાઇ ફરી છતી થઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy