લખનો: ઉત્તર પ્રદેશમાં 30 વર્ષનો એક દુલ્હો પરણવા જતો હતો, પણ અચાનક તેનું મન બદલાયું અને તેણે કોઈએ કલ્પના પણ ન કરી હોય એવું પગલું ભરી લીધું. મૂળ આઝમગઢના રહેવાસી પરંતુ છેલ્લાં થોડાંક વર્ષોથી રાયબરેલી જિલ્લાના સલોન ગામમાં રહેતા યુવકનાં લગ્ન હતાં.
પાંચ મહિના પહેલાં તેની જ મરજીથી લગ્ન નક્કી થયાં હતાં શુક્રવારે બપોરે 3.30 વાગ્યે જ્યારે કારમાં તેની જાન સલોન ગામથી ઘાસી ગામ જઈ રહી હતી ત્યારે અધવચ્ચે ગૌરીગંજ બ્રિજ આવતાં કાર ધીમી પડી હતી. એ વખતે કોઈ સમજે એ પહેલાં જ દુલ્હો કારમાંથી ઊતરી ગયો અને ફાટક પાસેથી ધીમી પડેલી ટ્રેનમાં ચડી ગયો હતો.
એ પછી બીજી તરફ તેને શોધવા માટે પરિવારજનોએ તેને ફોન પર ફોન કરવાના શરૂ કરી દીધા હતા તેણે એ ફોન ઉપાડ્યા, પણ કંઈ વાત કરી નહોતી. છ વાગ્યે તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો અને સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ જનરલ રેલવે પોલીસને સમાચાર મળ્યા હતા કે ગૌરીગંજ પાસેના ટ્રેક પર કોઈની લાશ પડી છે.
એ લાશ આ દુલ્હાની જ હતી. રેલવે સ્ટાફનું માનવું છે કે સવાસાતની આસપાસ ત્યાંથી પસાર થતી એક ગુડ્સ ટ્રેનની સામે યુવકે પડતું મૂકીને આત્મહત્યા કરી હોવી જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy