જુનાગઢમાં જવેલર્સ પેઢીનું સોનુ ઓળવી જનાર મેનેજરનાં મકાનની ઝડતી લેવાઈ; બે સાગરીતો પાસેથી સોનુ જપ્ત

Crime | Junagadh | 21 May, 2024 | 01:20 PM
મેનેજરના મળતીયાઓએ 200 ગ્રામ સોનુ કાઢી આપ્યું: ધરપકડ
સાંજ સમાચાર

જુનાગઢ તા.21
 જુનાગઢના છાપાબજાર હેઠાળ ફળીયા નજીક દેવદુલાર એપાર્ટમેન્ટની સામે આવેલ અક્ષર જવેલર્સ નામની પેઢીના મેનેજરે રૂા.91 લાખની છેતરપીંડીના કેસમાં મેનેજર સહિત ત્રણ આરોપીઓ સામે ગુન્હો નોંધી ચાર દિવસના રિમાન્ડ મેળવી પોલીસે ગઈકાલે મુખ્ય આરોપી પેઢીના મેનેજર મયુર નાનજી વાઘેલાના ઘરે ઝડતી લેવામાં આવી હતી. રૂ.સાડા ચાર લાખ રોકડ કબ્જે લીધા હતા.

 જયારે સોનુ લેનાર તેમના મળતીયા કલ્પરાજસિંહ ઉર્ફે કલ્પેશ નકુમ અને ભૌતિક મહિપત પરમાર પાસેથી 200 ગ્રામ સોનુ કબ્જે કયુર્ં છે. કુલ કાચુ સોનુ (1282.7 ગ્રામ કિંમત રૂા.91 લાખનું ગપચાવી અક્ષર જવેલર્સ પેઢી સાથે વિશ્વાસઘાત છેતરપીંડીની ફરીયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
 હજુ કાચુ સોનુ બાકી રહેલું મેળવવા એ ડીવીઝન પીઆઈ સાવજ અને રાઈટર સુરેશભાઈ કારેથા અને સ્ટાફે તજવીજ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj