ભલે એવુ કહેવાયું હોય કે ઈન્ટરનેટથી રિયલ સંબંધો કપાઈ ગયા છે પણ...

ઈન્ટરનેટની માયાજાળ લોકોને આપી રહી છે ખુશી!

India, Technology | 14 May, 2024 | 10:44 AM
વિવિધ દેશોના 24 લાખ લોકોના અધ્યયનમાં થયો ખુલાસો
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.14
ઓકસફર્ડ વિશ્વ વિદ્યાલય તરફથી કરવામાં આવેલા એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈન્ટરનેટનો ઉપયોગ દુનિયાભરના લોકોની બહેતરી સાથે જોડાયેલો છે.

ઓકસફર્ડ ઈન્ટરનેટ ઈન્સ્ટીટયુટ (ઓઆઈઆઈ)ના સંશોધકોએ ભારત સહીત 168 દેશોના ડેટાનું અધ્યયન કર્યું છે જેના આધારે કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેટનો ઉપયોગ લોકોની ખુશાલીનું કારણ છે.

સંશોધકોએ જીવનથી સંતુષ્ટ, રોજના સકારાત્મક-નકારાત્મક અનુભવ અનુભવો અને સામુદાયિક ભલાઈ સહીત આઠ બિન્દુઓનુ અધ્યયન કર્યુ હતું. મોટાભાગનાં પરીણામો સકારાત્મક મળ્યા છે. આ પરીણામ ટેકનોલોજી માઈન્ડ એન્ડ બિહેવિયર જર્નલમાં પ્રકાશીત કરવામાં આવ્યા છે.

સંશોધકોએ ભારત યુરોપીય સંઘ, બ્રિટન સહીત દુનિયાનાં 24 લાખથી વધુ લોકોના આંકડાનું વિશ્લેષણ કર્યું છે. 2006 થી 2021 સુધીના 15 થી 99 વર્ષનાં લોકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અધ્યયનમાં જાણવા મળ્યુ હતું કે જે લોકો સક્રિય રીતે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હતા તે જીવનથી વધુ સંતુષ્ટ અને સામાજીક કલ્યાણને લઈને સજાગ હતા. આંકડા શાસ્ત્રીના પ્રો.કેવિન મેક કોનવેએ જણાવ્યું હતું કે, આ સંશોધન ખૂબ જ વ્યાપક છે તેમ છતાં ઉપયોગી છે.ઈન્ટરનેટ બધાના માટે ખરાબ છે એવુ નથી
ઈન્ટરનેટનો નકારાત્મક સંબંધ મોટેભાગે 15 થી 24 વર્ષની મહિલાઓમાં જોવા મળ્યો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj