સાયલાનાં ભાડુકામાં આધેડની હત્યા કરનાર શખ્સને જેલહવાલે કરાયો

Local | Surendaranagar | 30 May, 2024 | 01:09 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 30
સાયલા તાલુકાના ભાડુકા ગામે એકલવાયું જીવન જીવતા ગોવિંદભાઈ ચતુરભાઈ રીબડીયાને ગામના યુવાન અંકિત વાલજીભાઈ રીબડીયાએ પથ્થરના માથાના ભાગે ઘા મારીને મોત નીપજાવતા ચકચાર મચી હતી. આ બાબતે સાયલા પોલીસે યુવાન અંકિતને ઘરેથી ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન અથાણાના કેરડા બાબતે રકઝકના કારણે મોત નીપજાવ્યું હોવાનું કબૂલ્યું હતું.

પોલીસે વધુ પૂછપરછમાં ગોવિંદભાઈ પાસે રહેલી કેરડા ભરેલી થેલીની પૂછપરછ કરતા તેને ભાડુકા ગામના વેપારીને કેરડા વેચ્યા હોવાનું જણાવ્યું હતું. સાયલા પીએસઆઇ ડી.ડી.ચુડાસમાએ અંકિતના ઘરેથી ગુલાબી કલરની થેલી કબજે કરતા તેના ઉપર લોહીના નિશાન જોવા મળતા હતા. જ્યારે બનાવવાની જગ્યાએ આરોપીને સાથે રાખી રિક્ધસ્ટ્રક્શન કરાયું હતું. આરોપી અંકિતને વધુ પૂછપરછ માટે સાયલા કોર્ટમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરતા લીંબડી જેલ હવાલે કરાયો હતો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj