ભરૂચ નજીક છ જૈન સાધ્વીજીઓ પર હુમલો કરનારા શખ્સને ગામ લોકોએ પકડીને પોલીસને સોંપી દીધો

Gujarat | Kutch | 28 May, 2024 | 05:22 PM
સાંજ સમાચાર

ભરૂચ,તા.28
ભરૂચ જિલ્લાના થામ ડેરોલ રોડ પર છ જૈન સાધ્વીઓ સાથે કથિત રીતે દુર્વ્યવ્હાર અને હુમલો કરવા બદલ ભરૂચ પોલીસે સોમવારે એક વ્યકિતની ધરપકડ કરી હતી. સાધ્વીઓ દેરોલ તરફ ચાલીનું જઈ રહી હતી.પોલીસ જણાવ્યા અનુસાર, સાધ્વીઓ સવારે ભરૂચ શહેરનાં શ્રીમાળી પોળ જૈન ઉપાશ્રયથી નીકળીને હેરોલ તરફ ચાલી રહી હતી. તેઓએ જોયું કે એક માણસ પણ તેમની સાથે ચાલી રહ્યો હતો.એમને કંઈક શંકાસ્પદ લાગતાં તેઓએ માણસની ક્રિયા સામે વાંધો ઉઠાવ્યો તે સમયે, તેઓ ભરૂચ શહેરથી આશરે 10 કિમી દૂર થામ ગામને પાર કરી ગયા હતાં.

સાધ્વીઓએ વાંધો ઉઠાવતાં તે વ્યકિત ગુસ્સે થઈ ગયો અને તેમની સાથે દુર્વ્યવ્હાર કરવા લાગ્યો.ત્યાર પછી તેણે પહેરેલા બેલ્ટથી તેમને મારવાનું શરૂ કર્યું તેમને લાતો અને મુકકા પણ માર્યા હતા.જેમ જેમ સાધ્વીઓએ ચીસો પાડવાનું શરૂ કર્યુ ગામલોકોએ તેમના બચાવમાં આવ્યા અને માણસને પકડી લીધો.ગ્રામજનોએ પોલીસ બોલાવી હતી. ]

તે માણસને તેઓને સોંપી દીધો.તેની ઓળખ અલતાફ હુસૈન શેખ (44) તરીકે થઈ હતી. તે ભરૂચમાં મજૂર તરીકે કામ કરે છે.તે ખંભાતનો વતની છે અને છેલ્લા ચાર મહિનાથી ભરૂચમાં તેના ભાઈ સાથે રહે છે.તેની સામે કલમ 232,341, હેઠળ ગુનો નોંધ્યો છે.295 (એ) 354,354 (ડી), 504,506 (2) સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવા, છેડછાડ કરવા અને ગુનાહિત ધમકી આપવા માટે અને આવા કૃત્ય પાછળના તેના હેતુની તપાસ કરી રહ્યા છીએ,એક અધિકારીએ જણાવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj