ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ફલાઈટમાં બનાવ

વિમાનમાં યાત્રી બેશરમ બન્યો: નગ્ન અવસ્થામાં દોડયો: યાત્રીઓ હતપ્રભ બન્યા

World | 29 May, 2024 | 10:55 AM
વિમાનનું પર્થમાં લેન્ડીંગ કરી નિર્લજ્જ યાત્રી પોલીસને સોંપાયો
સાંજ સમાચાર

કેનબેરી(ઓસ્ટ્રેલિયા),તા.29
ઓસ્ટ્રેલિયાની એક ડોમેસ્ટિક ફલાઇટ પશ્ચિમ તટે રહેલા પર્થથી મેલબોર્ન જતી હતી ત્યાં અચાનક જ એક આદમી તદ્દન નિર્વસ્ત્ર થઈ સીટોની બે હાર વચ્ચેની જગા -એઇઝલ-માં તદ્દન નિર્વસ્ત્ર અવસ્થામાં દોડતા ઘડીભર તો સહપ્રવાસીઓમાં હડકંપ મચી ગયો હતો. અને ફલાઇટ તુર્ત જ પાછી ફેરવવામાં આવી હતી અને પર્થના વિમાનગૃહે જ પોલીસે તેની ધરપકડ કરાઈ હતી. તેમ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.

સોમવારે રાત્રે આ શરમજનક ઘટના બની હતી જેમાં વર્જીન-એરવેઝની ફલાઇટ નંબર વીએ 696 પર્થના વિમાનગૃહેથી ઉપડી ત્યારે થોડા સમયમાં જ એક યાત્રીએ પોતાના વસ્ત્રો કાઢી નાખ્યા હતાં અને એઇઝલ વચ્ચે દોડવા લાગ્યો હતો.

વિમાનના પાયલોટસ સમક્ષ વિમાનના પ્રવાસીઓ વિષે સીસીટીવી ઉપર તમામ દ્રશ્ય દેખાતા જ હોય છે. તેથી પાયલોટે તુર્ત જ વિમાન પર્થના વિમાનગૃહે પાછુ વાળ્યું અને તે બેશરમ પ્રવાસીને પોલીસને સોંપી દીધો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj