તિરૂવનંતપુરમ (કેરળ) તા.19
કેરળમાં વધુ એક ખતરનાક રેગીંગનો કિસ્સો બહાર આવ્યો છે. તિરૂવનંતપુરમની કાર્સાવતોમ ગવર્નમેન્ટ કોલેજની આ ઘટના છે. રેગીંગ પીડિત છાત્રે જણાવ્યું હતું કે સાત સિનિયર્સે પાણીમાં થુકીને મને પીવડાવ્યુ હતું અને મને ઘુંટણીયે બેસાડીને માર માર્યો હતો.
કોલેજે આ મામલે સાતેય છાત્રોને સસ્પેન્ડ કરી દીધા છે અને પોલીસે કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજયમાં આ પહેલા પણ રેગીંગનો મામલો બહાર આવ્યો હતો જેને લઈને વિરોધ પ્રદર્શનો થયા હતા.
ભોગ બનેલ ફર્સ્ટ પર બાયોટેકનોલોજીના છાત્રે મંગળવારે જણાવ્યું હતું કે 11 ફેબ્રુઆરીએ કેમ્પસમાં 7 સિનિયર્સે તેની પીટાઈ કરી હતી. ઘટના વખતે હું મારા મિત્ર સાથે કેમ્પસથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે સિનિયર્સએ અમને રોકી લીધા હતા અને મારપીટ શરૂ કરી દીધી હતી. મારો મિત્ર કોઈપણ રીતે ત્યાંથી ભાગ્યો અને પ્રિન્સીપાલને જાણ કરી હતી.
પીડિત છાત્રે તેને સિરીયર્સે લાઠી અને બેલ્ટથી પીટયાનો આરોપ લગાવ્યો હતો બાદમાં યુનિટ રૂમમાં મને પુરી દેવામાં આવ્યો હતો. મારો શર્ટ ઉતારી લેવામાં આવ્યો હતો જયારે મેં પાણી માગ્યુ તો અડધા ગ્લાસમાં પાણીમાં થુકીને મને અપાયુ હતું.
પીડિતે જણાવ્યું હતું કે સિનિયર છાત્રોએ મને ધમકી આપી હતી કે જો આ બારામાં કોઈને કહ્યું તો ગંભીર પરિણામ આવશે. પ્રિન્સીપાલે પણ રીપોર્ટમાં રેગીંગની ઘટનાની પુષ્ટિ કરી હતી. રેગીંગની ઘટનાની વિરૂદ્ધ દેખાવો થયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy