આગ ઝરતી લૂ સાથે ફરી તાપમાન વધ્યુ

Gujarat, Saurashtra | Rajkot | 28 May, 2024 | 02:41 PM
અમદાવાદ-45.2, ભાવનગર, ડિસા, ગાંધીનગરમાં 44 ડિગ્રીને પાર: સુરેન્દ્રનગરમાં 43 અને રાજકોટમાં 41.4 ડિગ્રી
સાંજ સમાચાર

રાજકોટ,તા.28
રાજકોટ સહિત રાજયમાં ફરી ગઈકાલથી લૂં અને તાપનું પ્રમાણ વધવા પામ્યુ છે ખાસ કરીને સવારથી જ પવનનું જોર પણ વધુ રહે છે.ગઈકાલે અનેક સ્થળોએ ગરમા-ગરમ લૂં સાથે આકરો તાપ અનુભવાયો હતો.રાજકોટમાં ગઈકાલે આગ ઝરતી લૂં સાથે, 41.4 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યુ હતું.

આ ઉપરાંત અમદાવાદમાં પણ કાળઝાળ તાપમાન યથાવત રહ્યું હતું. અત્રે ગઈકાલે 45.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું.તથા અમરેલીમાં 42.9, વડોદરામાં 40.6,ભૂજમાં 41.5, છોટાઉદેપૂરમાં 40.7, દાહોદમાં 39.8, ડિસામાં 44.3, ગાંધીનગરમાં 44.5, કંડલામાં 42.5 તથા સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.ભાવનગરમા પણ મહતમ તાપમાનમાં એકજ દિવસમાં સાડાચાર ડિગ્રીનો વધારો થયો છે. સોમવારે મહતમ તાપમાન વધીને 44.4 ડિગ્રી નોંધાયુ છે.જ્યારે  34 કી.મી.ની ઝડપે પવન ફૂકાયો હતો.

ભાવનગર શહેરમાં સોમવારે એક જ દિવસમાં સાડા ચાર ડિગ્રી તાપમાન વધતા ફરી અંગ દઝાડતી ગરમીનો અનુભવ શહેરીજનો એ કર્યો હતો.ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 44 .4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29.3 ડિગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 46 ડિગ્રી રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 34 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. 

જયારે જામનગરમાં એકાદ પખવાડીયાથી આકરી ગરમી બાદ મહતમ તાપમાનમાં ક્રમશ: ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી હતી. શહેરમાં મહતમ તાપમાનનો પારો 35 ડિગ્રી પર સ્થિર થયો હતો. જોકે, હજુ ભેજના ઉંચા પ્રમાણના કારણે લોકોએ દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારો અનુભવ્યો હતો.જોકે, સાંજે વેગીલા વાયરાના કારણે લોકોએ ગરમીથી રાહતનો અહેસાસ કર્યો હતો.જામનગરમા છેલ્લા એક પખવાડીયાથી ઉનાળાએ આકરો મિજાજ દર્શાવતા સુર્યનારાયણ આભમાંથી અગનવર્ષા  કરતા હોય તેવો અહેસાસ જનજીવને કર્યો હતો.

જોકે, છેલ્લા ત્રણ દિવસથી ક્રમશ: ઘટાડા સાથે મહતમ તાપમાન 36 ડિગ્રી પર પહોચી જતા લોકોએ તિવ્ર ગરમીથી થોડી રાહત અનુભવી હતી. તો લઘુતમ તાપમાનનો પારો 29.5 ડિગ્રી નોંધાયું હતું.શહેરમાં ભેજનુ પ્રમાણ હજુ પણ 75 ટકા સુધી પહોચી જતા દિવસ દરમિયાન લોકોએ ઉકળાટ અને બફારાનો અહેસાસ કર્યો હતો. બીજી બાજુ વૈશાખી વાયરસ યથાવત રહેતા સરેરાશ 19.8 કિ.મિ. ની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના પગલે સાંજે લોકોએ આકરી ગરમીથી મુકિત સાથે રાહતતો અહેસાસ કર્યો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj