રેસ્ટોરાંના વેઈટરોની અનોખી રેસ!

World | 30 April, 2025 | 04:26 PM
વિવિધ રેસ્ટોરાંના વેઈટરો ટ્રેમાં રહેલ વસ્તુઓને લઈને દોડ મુકે છે, શરત એટલી કે કંઈ ઢોળાવું ન જોઈએ!!
સાંજ સમાચાર

પેરિસ :લગભગ નવ દાયકા પહેલાં શરૂ થયેલી રેસ્ટોરાંના વેઇટર્સની રેસનો શિરસ્તો ફ્રાન્સના પેરિસ શહેરમાં આજે પણ ફ્રેન્ચ કલ્ચરનો અભિન્ન હિસ્સો બની રહ્યો છે. આ રેસમાં વિવિધ રેસ્ટોરાંના વેઇટર્સ એક ટ્રેમાં કોફી, પાણી અને ક્રોસોં નામની ફ્રેન્ચ પેસ્ટ્રી લઈને દોડે છે.

એ રેસમાં તમે કયા નંબરે ફિનિશલાઇન પાર કરો છો એ મહત્ત્વનું નથી, પરંતુ દોડતી વખતે કોફી કે પાણી ઢોળાવાં ન જોઈએ એ મહત્ત્વની શરત હોય છે. આ રેસ બહુ લાંબા અંતરની નથી, પરંતુ શહેરના મુખ્ય વિસ્તારોની ગલીઓમાં લોકો દોડે ત્યારે તેમને જોવા સેંકડો લોકો એકઠા થાય છે. વચ્ચે થોડાક સમય માટે આ રેસ થતી બંધ થઈ ગયેલી, પરંતુ 2011થી ફરીથી એની એ જ જોરશોરથી શરૂઆત થઈ ગઈ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj