ગોંડલના કપુરીયા ચોકમાં રાજવી સર ભગવતસિંહજીની પ્રતિમાનું અનાવરણ આગેવાનો-પ્રજાજનોની વિશાળ ઉપસ્થિતિ

Local | Gondal | 10 June, 2024 | 10:38 AM
સાંજ સમાચાર

ગોંડલ, તા.10
ગોંડલ નાં કપુરીયાપરા ચોક માં પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહજીની અગીયાર ફુટ ઉંચાઇ ધરાવતી પ્રતિમાનું અનાવરણ હવા મહેલ નાં રાજવી પરિવાર દ્વારા કરાયું હતું.કાર્યક્રમની શરૂઆત પેહલા રાજકોટ અગ્નિકાંડમાં ગોંડલના બે યુવાનો ના મૃત્યુ થતાં 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ગોંડલના સાંસ્કૃતિક સર્જક અને સ્વપ્નદ્રસ્ટા મહારાજા ભગવતસિંહજી બાપુની આશરે 11 ફૂટ ઊંચી પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા કપુરીયાપરા ચોક માં રહેલી પ્લાસ્ટર ઓફ પેરીસ ની બનેલી પ્રતિમા વરસાદના કારણે ખંડિત થવા પામી હતી ત્યારે ગોંડલ નગરપાલિકા તેમજ હવા મહેલ ગોંડલના સહયોગ થી તેજ જગ્યાએ પંચધાતુ ની પ્રતિમાનું નિર્માણ કરતા હવા મહેલ રાજવી પરિવાર નાં રાજકુમાર ઉપેન્દ્રસિંહજી, કુમારશ્રી જ્યોતિર્મયસિંહજી, રાણીસાહેબ ગૌરી રાજલક્ષ્મીદેવી,ધારાસભ્ય ગીતાબા જાડેજા નાં હસ્તે મહારાજા ભગવતસિહજી બાપુ ની નવનિર્મિત પ્રતિમા નું અનાવરણ કરાયું હતુ. 

આ સમયે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા ઉપપ્રમુખ જયંતિભાઈ સાટોડીયા, ભુવનેશ્ર્વરીપીઠ નાં રવિદર્શનજી, આનંદ આશ્રમ ઘોઘાવદર નાં નિરંજન રાજ્યગુરૂ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા રાજવી પરિવારના રાજકુમાર ઉપેન્દ્રસિંહજી તેમજ કુમાર જ્યોતિર્મયસિંહજી નું પુષ્પગુચ્છ અને ફુલહાર થી સ્વાગત કરાયું હતું. (તસ્વીર : પીન્ટુ ભોજાણી)

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj