માધવપુરમાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન : ભકતો ધન્ય બન્યા

Saurashtra | Porbandar | 11 April, 2025 | 10:01 AM
શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી માનવમેદની વચ્ચે માધવચોકમાં પહોંચ્યા ત્યારે કિર્તનકારોએ ભકિતથી કિર્તનો ગાયા : મેળાનો લ્હાવો લાખો લોકોએ લીધો
સાંજ સમાચાર

માધવપુર(ઘેડ), તા. 11
માધવપુર(ઘેડ)માં શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ તથા વિવાહ નિમિતે ભરાતો મેળો રંગેચંગે સંપન્ન થયો છે. માધવપુર(ઘેડ)માં ઢોલ ઢબુકયા, શરણાઓ ગુંજી અબીલ-ગુલાલની છોળો વચ્ચે દાંડીયારાસની રમઝટ વચ્ચે નાચતા કુદતા શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીને તિલક, ચરણ સ્પર્શ અને (હાથ ઘૈણુ) કરવાનો લ્હાવો હજારો લોકોએ લીધો અને પોતે ધન્ય બન્યા તેઓ સહનુભવ કર્યો હતો.

ત્યારબાદ રૂક્ષ્મણીને લઇને શ્રીકૃષ્ણ પોતાના નિજ મંદિરે એટલે કે માધવરાય મંદિરે આવવા રવાના થયા હતા ત્યારે સૌ કોઇએ રૂક્ષ્મણી-માધવનો જય બોલાવતા એક બીજા પર અબીલ-ગુલાલ છાંટયા હતા અને સૌ કોઇ ભાવ વિભોર બની ગયા હતા. દરેક વ્યકિત ગુલાલથી રંગાયેલા જોવા મળ્યો હતો. રસ્તા પર પણ લાલ જાજમ પાથરી હોય તેવા બન ગયા હતા.

માધવ ચોકમાં માનવ મહેરામણ ઉભરાયો હતો. મધુવનથી છેક માધવરાય મંદિર સુધીના રસ્તાઓ લાલ જાજમ થાથરી હોય તેવા બની ગયા હતા. ભાવિક ભાઇ-બહેનો ઓળધોળ બની રાસ ગરબા લેતા હતા દુહાઓની રમઝટ બોલાવતા હતા અને એકબીજા ઉપર ગુલાલ ઉડાડી માધવ ચોકમાં પહોંચ્યા હતા.
શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી માનવ મેદની વચ્ચે માધવ ચોકમાં પહોંચ્યા ત્યારે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના કીર્તનો, કિર્તનકારોએ ગાયા હતા.

નવપરણીત શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના પોખણા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીને પોતાના સિંહાસન પર પધરાવવામાં આવ્યા હતા અને શીતલ જલ-પાન કરાવવામાં આવ્યું હતું. આ જલ-પાન કરેલ શીતલ જલ સમગ્ર જનતાના વાટવામાં આવ્યું હતું અને સમગ્ર જનતા શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીનો જયઘોષ કરી વખરાયા હતા. ભીડ ભારે ભરાણી હતી.

કીડીયારૂ ઉભરાય એટલે ભીડ ભરાણી હતી. ભાતીગળ જનતાએ શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહ ઉત્સવએ મધુવનમાં વૈકુંઠ જેવું દ્રશ્ય ખડુ કર્યુ હતું. લગ્ન ઉત્સવ બાદ મંડપ મધ્યે જમાડાયેલ કંસાર સમગ્ર જનતામાં બાટવામાં આવ્યો હતો. શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહ અને મેળા દરમિયાન દરેક જ્ઞાતિની વાડીમાં ભજન, ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાર્કિંગ વ્યવસ્થા પણ સારી કરવામાં આવી હતી.

પીજીવીસીએલનો સ્ટાફ ર4 કલાક ખડેપગે રહ્યો હતો. લગ્ન ઉત્સવ અને મેળા દરમિયાાન 1 મીનીટ પણ લાઇટ ગઇ ન હતી.જીઆરપી, એસઆરડી પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લગ્ન ઉત્સવ તથા મેળા દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ બનેલ ન હતો.

સરકાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોએ માનવ મહેરામણને મુગ્ધ બનાવ્યા હતા. શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્ન વિધિ અને પ્રાચીન સંસ્કૃતિનું વર્ણન સુંદર કલાત્મક રીતે પ્રદર્શિત કર્યુ હતું. તે નિહાળીને પણ લોકોને ગોકુલ, વૃંદાવન યાદ આવ્યું હતું.

લોકોને એવો અહેસાસ થયો કે જાણે તેઓ શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી સાથે ગોકુલ, વૃંદાવનમાં છે. શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્નોત્સવ અને વિવાહ નિમિતે ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં લોકોએ લીધો હતો.મેળામાં ઉતર પૂર્વના રાજયની મણીપુરી સાડી તથા હેન્ડ વર્ક આઇટમોનું લોકોમાં ખુબ જ આકર્ષણ રહ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj