સંભલ : સંભલ હિંસામાં ધરપકડ કરાયેલાં મુલ્લા અફરોઝે જણાવ્યું કે 24 નવેમ્બરે શારિક સાટાએ એક એપ પર બીજા મિત્રને ફોન કરીને કહ્યું હતું કે નેતાઓ ભીડ ભેગી કરી રહ્યાં છે. નેતાઓનું સંપૂર્ણ સમર્થન છે અને લીલી ઝંડી આપવામાં આવી છે. તેથી 10 થી 20 પોલીસકર્મીઓ અને સામાન્ય લોકોને મારી નાખો. તેનાથી પોલીસ પ્રશાસન ડરી જશે અને સરકાર પણ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરશે.એસપીનું કહેવું છે કે જે એપ દ્વારા ઈન્ટરનેશનલ કોલ કરવામાં આવી રહ્યાં હતાં તે મુલ્લા અફરોઝના મોબાઈલમાં પણ મળી આવી હતી.
મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેથી શારિક સાટા ગેંગ સામે વધુ પુરાવાઓ એકત્ર કરી કડક કાર્યવાહી કરી શકાય.મુલ્લા અફરોઝે પોલીસને એ પણ જણાવ્યું છે કે થોડા સમય પહેલાં સુધી તેણે હરિયાણા અને દિલ્હી રાજ્યોમાં હથિયારો પહોંચાડ્યા હતાં. એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ જણાવ્યું કે શારિક સાટા દુબઈથી આ ગેંગ ચલાવે છે. તે દાઉદ ઈબ્રાહિમ ગેંગ અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના સંપર્કમાં હોવાનું સામે આવી રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy