રાજકોટ, તા.13
સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ઠંડીનો સપાટો છે અને મોટાભાગના સેન્ટરોમાં તાપમાન નોર્મલ કરતા નીચે છે ત્યારે આવતા એક સપ્તાહમાં તાપમાનમાં ત્રણ દિ’ રાહત અને ત્રણ દિવસ ઘટવાની સંભાવના હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું છે કે, ગત આગાહીમાં જણાવાયા મુજબ તાપમાનમાં છેલ્લા સપ્તાહમાં 6 થી 8 ડીગ્રીનો ઘટાડો થયો છે. આજે રાજકોટમાં 9.8 ડીગ્રી તાપમાન નોર્મલથી ચાર ડીગ્રી નીચુ હતું.
વડોદરામાં 12 ડીગ્રીએ નોર્મલ કરતા બે ડીગ્રી અને ડીસામાં 10.4 ડીગ્રી ન્યુનતમ તાપમાન હતું જે નોર્મલ કરતાં એક ડીગ્રી ઓછું હતું. અમદાવાદમાં 13.3 ડીગ્રી, અમરેલીમાં 13.3 ડીગ્રી તથા ભુજમાં 12 ડીગ્રી નોર્મલ આસપાસ હતા. રાજ્યમાં મોટાભાગના સેન્ટરોમાં ન્યુનતમ તાપમાન નોર્મલ કરતા બે ડીગ્રી નીચુ હતું.
તા.14થી 20 ડીસેમ્બરની આગાહીમાં તેઓએ કહ્યું કે, ત્રણેક દિવસ તામાન-ઠંડીમાં સામાન્ય રાહત મળવાની સંભાવના ચે. 16-17 ડીસેમ્બર સુધીમાં તાપમાનમાં બે ડીગ્રીનો વધારો થશે અને 18મીથી તાપમાન કરી નીચુ આવી જશે.
રાજ્યમાં નોર્મલ ન્યુનતમ તાપમાન હાલ 12 થી 14 ડીગ્રી ગણાય છે. કચ્છ તથા ઉત્તર ગુજરાતના સરહદી ભાગોમાં 12 ડીગ્રી તથા અન્યત્ર 13-14 ડીગ્રી નોર્મલ તાપમાન ગણાય છે.
આગાહીના સમયમાં પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વેના ફુંકાશે. અમુક દિવસોમાં ઉત્તરના પવન હશે. કાલ સુધી પવનની ગતિ સામાન્યથી થોડી વધુ રહેશે પછી સામાન્ય થશે. 17-18મીએ ફરી પવન થોડો વધશે. આકાશ સ્વચ્છ જ રહેશે. અમુક દિવસે છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે.
તેઓએ જણાવ્યું કે, લો-પ્રેસર સંલગ્ન અપર એર સાયક્લોનિક સરક્યુલેશન લક્ષદ્વીપના દરિયામાંથી પશ્ર્ચિમ તરફ ગતિ કરે છે. 24 કલાક સુધી પ્રભાવ રહેશે. દક્ષિણ આંદામાનના સમુદ્રામાં આવતા દિવસોમાં નવું અપર એર સાકલોનિક સરક્યુલેશન આકાર લેશે જે ઉદ્ભવ્યા બાદ 48 કલાકમાં મજબૂત બનીને લો-પ્રેસરમાં રૂપાંતરિત થશે. પશ્ચિમ - ઉત્તર તરફ ગતિ કરીને તામીલનાડુના દરિયા કિનારા તરફ આગળ વધશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy