આ ચશ્મા નથી, જાદુ છે જાદુ

India, Off-beat | 30 April, 2025 | 05:00 PM
મેટાએ રે બેન સાથે સ્માર્ટ એઆઈ સંચાલિત ચશ્મા ભારતમાં લોન્ચ કર્યા
સાંજ સમાચાર

♣વેફેરર, હેડલાઇનર અને સ્કાયલર ફ્રેમ્સમાં ઉપલબ્ધ છે

♣પ્રિસ્ક્રિપ્શન અને ટ્રાન્ઝિશન લેન્સ પણ ઉપલબ્ધ છે.

♣હળવું વજન, IPX4 વોટર પ્રુફ છે.

નવી દિલ્હી :
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની કંપની મેટાએ ભારતમાં સ્માર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સંચાલિત ગ્લાસ પણ લોન્ચ કર્યો છે. તમે આ જાદુઈ ચશ્મા રે બેનથી ખરીદી શકો છો. આ સ્ટાઇલિશ ચશ્માં એઆઈ ટેક્નોલોજી સાથે આવે છે, જે તમારા રોજિંદા કામને સરળ બનાવી શકે છે. સ્માર્ટ ગ્લાસ હેન્ડ્સ-ફ્રી ફીચર્સ સાથે, તે વાસ્તવિક અને રિયલ ટાઈમ માહિતી, કોલિંગ અને મનોરંજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ઓડિયો સિસ્ટમ : ઓપન-ઇયર સ્પીકર અને 5-માઇક સિસ્ટમ છે. સ્પોટિફાઇ, એમેઝોન મ્યુઝિક, ઓડિબલ અને આઇહાર્ટ રેડિયો પરથી સંગીત સાંભળી શકાય છે. કોલિંગ માટે સાઉન્ડ ક્વોલિટી વધુ સારી છે. હેન્ડ - ફ્રીથી ફોટો અને વિડિઓ માટે વોઇસ કમાન્ડ આપી શકાય છે.

કનેક્ટિવિટી : વોટ્સએપ, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો કોલિંગ અને મેસેજિંગ કરી શકાય છે. ક્યૂઆર કોડ સ્કેન કરીને એકાઉન્ટ લિંક કરી શકો છો.ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગની સુવિધા મળશે.

પ્રાઈવસી :

♣ રેકોર્ડિંગ દરમિયાન એલઇડી ઇન્ડિકેટર  
♣ હાર્ડવેર પાવર સ્વીચ અને બ્લુટુથ ટોગલ.

♣ મેટાવ્યુ એપમાંથી ડેટા મેનેજમેન્ટ

ક્યાંથી મળશે ?
આ પ્રોડક્ટ Meta.com પરથી અથવા Ray-Ban.com પર ઉપલબ્ધ છે અનેઆવતા મહિનાથી પસંદગીનાં અમુક સ્ટોર્સ પર ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

બેટરી : કલાકની બેટરી લાઇફ. કેસ કવર સાથે 36 કલાક સુધીનું બેટરી બેકઅપ 20 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ.

ખાસિયતો
મલ્ટીમોડલ મેટા એઆઇ
- હેય મેટા બોલી તેની સાથે વાત કરી શકાય છે.
- તે તેની સામેની વસ્તુઓ જોઈને જવાબ આપે છે.

તમે રિમાઇન્ડર્સ સેટ કરી શકો છો.
- લેન્ડમાર્કને ઓળખી શકે છે.
- રીયલ ટાઈમમાં ભાષાંતર કરી શકે છે.

કેમેરો : 12MPનો અલ્ટ્રા વાઇડ કેમેરા છે.- 3024x4032 પિક્સલ ફોટો અને 1080p પર 60 સેકન્ડ સુધીના ઉચ્ચ ગુણવત્તાવાળો વિડિઓ બનાવી શકાય છે.

શું છે ભાવ?

શરૂઆતની કિંમત ડોલર 299 એટલે કે રૂા. 25,000 રૂપિયા રાખવામાં આવી છે અને લેન્સના આધારે કિંમતમાં ફેરફાર થઈ શકે છે.

શું છે ફાયદો

ફોનની જરૂર નથી, બધું જ વોઇસ કમાન્ડથી કરવામાં આવશે. અંગ્રેજી, હિન્દી અને અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં રીઅલ-ટાઇમ અનુવાદ. લેન્ડમાર્કની એતિહાસિક માહિતી અને વાસ્તવિક સમયમાં ભાષાંતર કરી શકે છે.કન્ટેન્ટ સર્જકો સરળતાથી ‘ફોટો/વિડિયો‘ને કેપ્ચર અને શેર કરી શકે છે.એઆઈ દૃષ્ટિહીન લોકો માટે આજુબાજુનાં વાતાવરણનું વર્ણન કરી શકે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj