લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન કરેલા તાજા કપલ તેમનાં હનીમૂનનું પ્લાનિંગ કરી રહ્યાં છે. કેટલાક શિમલા-મનાલી જેવાં પહાડોની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યાં છે તો કેટલાક સિંગાપોર અને પેરિસમાં હનીમૂનનું આયોજન કરી રહ્યાં છે. લોકો પોતાનાં બજેટ પ્રમાણે હનીમૂન પ્લાન કરે છે, પરંતુ આજે અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવવાં જઈ રહ્યાં છીએ.
જેમાં તમે ટિકિટ બુક કરાવો તો તમે પેરિસની મજા, સિંગાપોરમાં ખરીદીનો આનંદ અને સ્પેનની સુંદરતાનો આનંદ , થાઇલેન્ડનાં બીચો વગેરેનો આનંદ એકસાથે માણી શકો છો. દુનિયામાં એક એવી ટ્રેન છે જે માત્ર એક-બે નહીં પરંતુ 13 દેશોની મુસાફરી કરે છે. ચાલો આ અહેવાલ દ્વારા આ દેશોની મુલાકાત લઈએ.
આ ટ્રેન 13 દેશોમાંથી પસાર થાય છે
એક એવી ટ્રેન ચાલી રહી છે જેને વિશ્વની સૌથી લાંબી ટ્રેનની મુસાફરી માનવામાં આવે છે. આ ટ્રેન પોર્ટુગલથી સિંગાપોર સુધી કુલ 13 દેશોમાંથી પસાર થાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારે માત્ર એક જ વાર ટિકિટ ખરીદવી પડશે.
ટ્રેન 21 દિવસમાં મુસાફરી પૂર્ણ કરે છે
વિશ્વની સૌથી લાંબી મુસાફરી સાથે આ ટ્રેનમાં મુસાફરી કરવા માંગતાં મુસાફરોએ મુસાફરી માટે પૂરતો સમય પણ આપવો જોઈએ. આ ટ્રેનને તેની આખી મુસાફરી પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા 21 દિવસનો સમય લાગે છે. આ ટ્રેન રસ્તામાં શહેરો અને નગરોમાં ઉભી રહે છે. આવી સ્થિતિમાં, ટ્રેનનાં સમયપત્રકમાં ફેરફાર થવાની સંભાવનાઓ રહેલી છે અને મુસાફરી પૂર્ણ થવામાં મહિનો પણ લાગી શકે છે.
બર્ફીલા દેશોથી લઈને ગરમ દેશોનો આનંદ આપશે
આ ટ્રેન 28755 કિલોમીટરનું અંતર કાપે છે. જો તમે એક સમયે વિશ્વનાં સૌથી સુંદર દેશોની શોધખોળ કરવા માંગો છો, તો તમે તમારાં જીવનમાં ઓછામાં ઓછી એક વખત આ ટ્રેનની મુસાફરીનો પ્રયાસ કરવો જોઈએ. આ ટ્રેન જ્યાં તમને યુરોપનાં સુંદર દેશોમાં લઈ જશે, ત્યાં તમને સાઈબેરિયાના ઠંડાં વિસ્તારોનાં નજારા પણ મળશે.
તો સાથે તમે એશિયાનાં ગરમ વિસ્તારોમાં પણ લઈ જશે. રસ્તામાં તે ફ્રાન્સ, રશિયા, ચીન, વિયેતનામ અને થાઈલેન્ડ થઈને સિંગાપોર પહોંચે છે. રસ્તામાં તે પેરિસ, મોસ્કો, બેઇજિંગ, બેંગકોક જેવાં શહેરોમાંથી પસાર થાય છે.
અહીંથી શરૂ થાય છે આ ટ્રેનની સફર
આ ટ્રેનની યાત્રા પોર્ટુગીઝ શહેર લાગોસથી શરૂ થાય છે, ત્યારબાદ તે સ્પેનનાં ઉત્તરીય વિસ્તારોમાંથી પેરિસ સુધી જાય છે. ત્યારબાદ આ ટ્રેન યુરોપ થઈને રશિયાની રાજધાની મોસ્કો જાય છે. ત્યારબાદ અહીંથી તમામ મુસાફરો બેઈજિંગ પહોંચે છે. આ પછી મુસાફરો બેંગકોકથી મલેશિયા અને અંતે સિંગાપોર પહોંચે છે.
ટ્રેન ટિકિટની વાત કરીએ તો તેનું ભાડું 1200 યુએસ ડોલર છે. જે ભારતીય રૂપિયામાં 101261 રૂપિયા થાય છે. આ એક લક્ઝરી ટ્રેન છે. જેમાં મુસાફરોને ખાવા-પીવાથી લઈને દરેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
શું અત્યારે જ ટ્રેનની ટિકીટ બુક કરી શકાય છે
જો તમે આ ટ્રેન માટે જલદીથી ટિકિટ બુક કરવાનું વિચારી રહ્યાં હો, જેમાં તમને એક લાખ રૂપિયામાં 13 દેશોની મુલાકાત લેવાની તક મળે, તો થોભો. તમે અત્યારે આ ટ્રેનની ટિકિટ બુક કરી શકતાં નથી, કારણ કે યુક્રેનમાં ચાલી રહેલાં યુદ્ધને કારણે આ ટ્રેનની મુસાફરી હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે. રેલ્વે પ્રશાસનનાં અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, યુદ્ધ સમાપ્ત થતાં જ આ ટ્રેનની મુસાફરી સામાન્ય નાગરિકો માટે ફરીથી શરૂ કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy