સૌરાષ્ટ્રભરમાંથી આ વર્ષે અનેક દાઉદી વ્હોરા બિરાદરો હજયાત્રા માટે ઉમટી પડશે

Saurashtra | Jasdan | 14 May, 2024 | 11:27 AM
સાંજ સમાચાર

(હિતેશ ગોસાઈ) દ્વારા જસદણ તા.14
આગામી માસથી પ્રારંભ થનારી હજયાત્રા સંદર્ભે દુનિયાભરમાંથી દરેક ફિરકાના લાખો મુસ્લિમો સાઉદી અરેબિયામાં પહોંચી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ ભાવનગર જુનાગઢ અમરેલી સુરેન્દ્રનગર જામનગર બોટાદ મોરબી ગીર સોમનાથ જેવા અનેક જીલ્લાથી માંડી ખોબા જેવડા જસદણ તાલુકા સુધીના ઘણાં મથકો સુધીના મોટી સંખ્યામાં આ વર્ષે દાઉદી વ્હોરા બિરાદરો હજયાત્રામાં શામેલ થઈ દેશની પ્રગતિ માટે દુઆ પ્રાર્થના કરશે હજયાત્રામાં સૌરાષ્ટ્રભરના અનેક ગામોમાંથી દાઉદી વ્હોરા બિરાદરો પોતાના ત્રેપનમા દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સાદિક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત. ઉ. શ.) ના આશીર્વાદ અને રજા થકી દુનિયાભરમાંથી વ્હોરા ભાઈ બહેનો અને બાળકો હજયાત્રા પર જઈ રહ્યા છે જસદણમાંથી પણ 22 વર્ષીય કુરાનહાફિઝ અદનાન ઇમરાનભાઈ કપાસી એક માત્ર હજયાત્રા પર જઈ રહ્યો છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj