જુનાગઢ મનપા અધિકારીને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂા.20 લાખની માંગણી

Local | Junagadh | 10 June, 2024 | 01:53 PM
ચામડીનો રોગ મટાડવા અશ્લીલ વીડિયો ઉતારી ફસાવ્યા: ફરિયાદ નોંધાતા ચકચાર
સાંજ સમાચાર

જુનાગઢ તા.10
 ચામડી પરનો રોગ બતાવવાનું કહી અશ્લીલ વીડિયો ઉતારી અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી જુનાગઢ મહાનગર પાલિકાના અધિકારી પાસે રૂા.20 લાખની માંગણી કર્યાની ફરીયાદ બી ડીવીઝનમાં મહિલા સામે ગઈકાલે નોંધાઈ છે.  જુનાગઢ મનપામાં નોકરી કરતા એક અધિકારી જે રાયજીબાગ વિસ્તારમાં રહેતા હોય તેમણે ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.22 એપ્રીલના રોજ સવારે 11, 12ની વચ્ચે જેતલસર ગામની મહિલા રીટાબેન વિનોદરાય ખેરડીયાએ અધિકારી સાથે ઓળખ કરી પોતાના આધાર કાર્ડ તેમજ સરકારી કામોમાં મદદ કરવાનું કહી અધિકારી સાથે સબંધો કેળવ્યા બાદ રીટાબેને ચામડીના રોગની દેશી દવા ઓસળીયા આપવા માટેનું કહી વીડિયો કોલ કરાવી અને અધિકારીને કપડા ઉતારનું અને ન્યુડ હાલતમાં નગ્ન શરીર પરના ચામડી પરનો રોગ બતાવવાનું કહ્યું હતું.

જેથી મહિલાના કહેવા પ્રમાણે અધિકારીએ કરતા મહિલાએ પોતાના મોબાઈલમાં ન્યુડ (નગ્ન) વીડિયો રેકોર્ડીંગ કરી કામના બહાને અધિકારીને મનપા કચેરીએ મળવા પહોંચી હતી અને કચેરીની ચેમ્બરમાં બે વખત દુષ્કર્મ આચરી અને નગ્ન (ન્યુડ) થઈ વીડિયો કોલથી વાત કર્યાની અરજી મહિલાએ મનપા અધિકારી વિરૂધ્ધ પોલીસમાં આપી સમાધાન કરવા અલગ અલગ વ્યકિતઓ મારફત તેમજ રૂબરૂ અધિકારી પાસે પ્રથમ રૂા.14 લાખ બાદ 20 લાખની માંગણી કરી પોલીસમાં કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી અને 20 લાખ કઢાવવાની કોશીષ કરી હતી. અંતે ગઈકાલે અધિકારીએ બી ડીવીઝન પોલીસમાં જેતલસરની રીટાબેન વિનોદરાય ખેરડીયા સામે નોંધાવતા પોલીસે ઈ.પી.કો. કલમ 389 મુજબ ગુનો નોંધી પોલીસ ઈન્સ. એચ.પી. ગઢવીએ તપાસ હાથ ધરી મહિલાની શોધખોળ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj