મોરબીના ધુળકોટ ગામના મારામારીના બનાવમાં મહિલા સહિત ત્રણની અટકાયત: જામીન મુકત

Local | Morbi | 11 June, 2024 | 02:45 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.11
મોરબી તાલુકાના ધુળકોટ (આમરણ) ગામે મારામારીનો બનાવ થોડા દિવસો પહેલા બન્યો હતો જેમાં બંને પક્ષેથી ત્રણ વ્યક્તિને ઇજા થયેલ હતી જેથી તેને જે તે સમયે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવમાં રાકેશભાઈ મનસુખભાઈ ચોટલીયા જાતે કુંભાર (35) રહે. ધુળકોટ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે દિનેશ મનજીભાઈ વાઘેલા, નટુભાઈ મનજીભાઈ વાઘેલા અને મુળીબેન મનજીભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યુ હતું કે, તેઓએ ભાગમાં ખેતર વાવવા રાખેલ હોય અને તેઓની જગ્યામાં માટીનો ઢગલો કરવામાં આવેલ હોય કેમ અમારા ભાગમાં માટીનો ઢગલો કર્યો છે..? તેમ સામે વાળાઓને પૂછ્યું હતું તે બાબતનો રોષ રાખીને તેમને તથા સાહેદ રવજી જીવાભાઇ ચોટલીયાને સામેના ત્રણેય ઇસમો દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હતો.

રવજીભાઈને હાથના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. તેમજ મુળીબેન વાઘેલાએ સાહેદ હંસાબેનને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં પીએસઆઇ એસ.એન.સગારકા અને તેની ટીમે દિનેશ મનજીભાઈ વાઘેલા (40), નટુભાઈ મનજીભાઈ વાઘેલા (35) અને મુળીબેન મનજીભાઈ વાઘેલા (70) ને પકડીને નોટીસ આપીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

ફિનાઇલ પી ગયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ કુળદેવી પાન પાસે રહેતા યુવરાજગીરી મહેશભાઈ ગોસ્વામી (26) નામના યુવાને સંતોષ શોરૂમ સામે ફિનાઇલ પી લેતા તેને તાત્કાલિક તેના પિતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ એ.આર. સારદીયા ચલાવી રહ્યા હોવાની માહિતી જાણવા મળેલ છે


સારવારમાં
મોરબીના નજરબાગ રોડ ઉપર આવેલ મફતપરામાં રહેતા ખીમીબેન ધનાભાઈ પરમાર (65) નામના મહિલાને ઘરે હતા ત્યારે ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની પ્રાથમિક તપાસ એ.આર. સારદીયા ચલાવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj