રાજકોટ તા.13
શહેરમાં એક ઘરફોડ ચોરી અને બે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા બે સગીર સહિત ત્રણ શખ્સોને ગાંધીગ્રામ પોલીસે પકડી પાડી રૂા.67500નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.જે. કરપડાની રાહબરીમાં પીએસઆઈ એસ.બી. જાડેજા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હે.કો. મશરીભાઈ ભેટારીયા, પ્રદીપ ડાંગર, મુકેશ સબાડ, રોહિતદાન ગઢવી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયા આગળથી ચોરાઉ બાઈક સાથે અમીત ઉર્ફે મીત વિપુલ સોલંકી (ઉ.24) (રહે.વેલનાથ શેરી નં.2 અને બે સગીરને પકડી સઘન પૂછતાછ હાથ ધરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીની પુછતાછમાં ત્રણેયે સાતેક દિવસ પહેલા બજરંગવાડી શેરી નં.14માંથી બાઈકની ચોરી કર્યા બાદ પાંચેક દિવસ પહેલા મોડી રાત્રીના હનુમાનમઢી ચોકથી આગળ આવેલ એક પાનની દુકાનનો પાછળનો દરવાજો તોડી રોકડ રૂપિયાની ચોરી કરી હતી. જે બાદ વધુ એક વાહન ચોરી કરી નીકળ્યાને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આરોપીઓ પાસેથી બે ચોરાઉ વાહન અને રોકડ મળી રૂા.67500નો મુદામાલ કબ્જે કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy