મુંબઈના પાલઘર નજીક ગુડસ ટ્રેનના ડબ્બા ખડી પડતા ટ્રેન સેવાને અસર

રાજકોટ ડિવિઝનની સૌરાષ્ટ્ર મેઈલ સહિત ત્રણ ટ્રેનો દોઢથી ત્રણ કલાક મોડી: અનેક મુસાફરો થયા હેરાન-પરેશાન

Gujarat, Saurashtra | Rajkot | 29 May, 2024 | 10:23 AM
ભાવનગર ડિવિઝનની કોચીવલી ટ્રેન ડાયવર્ટ રૂટ પર દોડી: મુંબઈ જતી હમસફર ટ્રેન રાજકોટથી ઉપડેલી ટ્રેન છ કલાકે અમદાવાદ પહોંચી: સુરત-મુંબઈની ટ્રેન સેવાને મોટી અસર: અમુક ટ્રેનો કેન્સલ થઈ
સાંજ સમાચાર

રાજકોટ,તા.29

મહારાષ્ટ્રના મુંબઈના પાલઘર નજીક એક માલગાડીના છ ડબ્બાઓ ખડી પડતા ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેની રેલ સેવાને મોટી અસર પડી છે જેમાં રાજકોટ રેલવે ડિવિઝનની સૌરાષ્ટ્ર-મેઈલ સહિત ત્રણ ટ્રેનો દોઢથી ત્રણ કલાક મોડી ઉપરાંત અનેક ટ્રેનોને રૂટ પર સ્ટેશનો પર કલાકો સુધી થંભાવી દેવામાં આવતા મુસાફરો પરેશાન થયા હતા. અનેક ડાઉન ટ્રેન રદ કરવામાં આવી હતી તો અમુક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી.

મુંબઈના પાલઘર નજીક ગઈકાલે સાંજે અંદાજે 5.30 કલાકે એક ગુડઝ ટ્રેનના છ ડબ્બા ખડી પડતા ટ્રેન સેવાને અસર પડી હતી અને અન્ય ડાઉન ટ્રેનોને થંભાવી દેવામાં આવી હતી જેના ભાગરૂપે રાજકોટ અને ભાવનગર-અમદાવાદ રેલ્વે ડિવિઝનની રેલ સેવાને મોટી અસર પડી હતી.

રાજકોટ ડિવિઝનની મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેઈલ 3.17 કલાક મોડી ઉપડી હતી જયારે હાપા-દુરન્તો 1.22 કલાક અને ત્રિવેન્દ્ર-વેરાવળ એકસપ્રેસ 1.48 કલાક મોડી ઉપડી હતી. રાજકોટથી રાત્રે 9.45 કલાકના બદલે 11.00 કલાકે ઉપડેલી હમસફર ટ્રેન વિરમગામ અનેક સ્ટેશનો પર થંભાવી દેવાતા સવારે 7.38 કલાકે અમદાવાદ પહોંચી હતી.

જયારે ભાવનગર ડિવિઝનની ભાવનગર કોચીવલી ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી હતી. ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે રેલ્વે સેવાને અસર પડતા અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી. અનેક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હોવાનું રેલ્વે સૂત્રોએ જણાવ્યું છે. રેલ સેવા ખોરવાતા રેલ્વે તંત્રએ મુસાફરોની મદદ માટે રેલ્વે લાઈન નંબર જાહેર કર્યા હતા.

આજે સવારથી રેલવે સેવા પુર્વવત થવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj