રાજકોટ. તા.19
ધર્મેન્દ્ર રોડ પરથી મોબાઈલ સેરવી લેનાર ગોંડલની ત્રણ મહિલાને થોરાળા પોલીસે 80 ફુટ રોડ અમૂલ સર્કલ પકડી છ ચોરાઉ મોબાઈલ કબ્જે કરી પૂછતાછ આદરી હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજનસિંહ પરમાર દ્વારા શહેરમાં મીલકત સબંધી ગુનાઓ અટકાવવાની સુચનાના ના આધારે થોરાળા પોલીસ મથકના પીઆઈ એન.જી.વાધેલાના સીધા માર્ગદર્શન હેઠળ ગંજીવાડા પોલીસ ચોકીના પીએસઆઈ એ.પી.રતન અને ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.
ત્યારે એએસઆઈ મહેશ સોલંકી, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુંચાલા અને કોન્સ્ટેબલ હરપાલસિંહ વાઘેલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે 80 ફુટ રોડ અમૂલ સર્કલ પાસે ત્રણ મહીલાઓ શંકાસ્પદ મોબાઇલ ફોન સાથે ઉભેલ છે, તેવી બાતમીના આધારે ત્રણેય મહીલાઓને પકડી તેનું નામ પૂછતાં
રેખાબેન જાદવ મકવાણા (ઉ.વ.50, રહે વોરાકોટડા રોડ બાલાશ્રમ પાસે નદીના કાંઠે ઓરડીમા, ગોંડલ), કાજલબેન રજની મકવાણા (ઉ.વ.30) અને નંદીનીબેન ભરતભાઈ ચાવડા (ઉ.વ.20, રહે બંને વોરાકોટડા રોડ બાલાશ્રમ પાસે, નદીના કાંઠે ઓરડીમા ગોંડલ) જણાવ્યું હતું.
મહીલા પોલીસ મારફત અંગઝડતી કરાવતા ત્રણેય મહીલાઓ પાસે રહેલ પર્સમાંથી કુલ છ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ જે બાબતે પુછપરછ કરતા ત્રણય મહીલાઓએ ધર્મેન્દ્ર રોડ પરથી લોકોની નજર ચૂકવી મોબાઇલ ફોન ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy