વોશિંગ્ટન, તા. 18
અમેરિકાની સુપ્રિમ કોર્ટે લોકપ્રિય ચાઇનીઝ વિડીયો એપ્લીકેશન ટીકટોક ઉપરના પ્રતિબંધને બહાલી આપતા જ હવે અમેરિકામાં તેના પર પ્રતિબંધની શકયતાઓ વધી ગઇ છે. પરંતુ બે દિવસમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લઇ રહ્યા હોવાથી વિદાય લેતા પ્રમુખ જો બાઇડને ટીકટોક ઉપર પ્રતિબંધ મુકવો કે કેમ તે ટ્રમ્પ શાસન પર છોડી દીધુ છે.
અમેરિકી સંસદે ગત વર્ષે જ એક કાનુન પાસ કરીને ટીકટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સને તેનો અમેરિકામાં બિઝનેસ 19 જાન્યુઆરી પૂર્વે વેંચી નાખવાનો કાનુન પાસ કર્યો હતો અને તેની સામે ટીકટોકની કંપનીએ અમેરિકામાં કાનુની લડત આપી હતી. પરંતુ ગઇકાલે જ અમેરિકી સુપ્રિમ કોર્ટે ટીકટોક પર પ્રતિબંધ અને તેનો બિઝનેસ વેંચી દેવાના સંસદના નિર્ણયને બહાલી આપી હતી.
જો બાઇટડાન્સ તેનો અમેરિકામાં બિઝનેસ કોઇ અમેરિકન કંપનીને વેંચે તો તેના પર પ્રતિબંધ અમલી બનશે નહીં નહીંતર ટીકટોકે ભારતની જેમ અમેરિકા પણ છોડવું પડશે. હવે આ નિર્ણય બાઇડન તંત્રએ સોમવારથી ટ્રમ્પ શાસન ચાલુ થાય છે તેના પર છોડયો છે.
જોકે ટ્રમ્પ ટીકટોક પર હળવા વિધાનો કરી ચૂકયા છે અને માનવામાં આવે છે કે અમેરિકાની અનેક કંપનીઓ ખરીદવા આતુર છે. બાઇડને સત્તા છોડતા પૂર્વે મહત્વનો નિર્ણય નહીં લેવાનું વલણ રાખ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy