નવી દિલ્હી તા.15
જે ટિકટોક પર ભારતે પાંચ વર્ષ પહેલા પ્રતિબંધ લગાવ્યો હતો તે હવે પાકિસ્તાન માટે ટેન્શન બની ગયુ છે. મસ્જિદો સાથે જોડાયેલા એકાઉન્ટસ પર એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં આતંકી સંગઠનોના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે.
એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ વિડીયો પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં આવેલ મુરિદકેમી મર્કઝ તૈયબા મસ્જિદમાં શુટ થયો છે જે ભારતની 7 મેમી એર સ્ટ્રાઈકનો ટાર્ગેટ હતી.
ટિકટોક, યુ ટયુબ અને ગુગલ પર અપલોડેડ આ વિડીયોમાં લશ્કર એ તૈયબા અને 313 બ્રિગેડનાં સમર્થનવાળા હેશટેગ અને કેપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કેટલાંક વિડીયોમાં તો બાળકો માર્શલ આર્ટસની ટ્રેનીંગ લેતા જોવા મળે છે. જેના કેપ્શનમાં લખ્યું છે-અમે, નાના સિપાહી છીએ, જે કાફીરો સાથે લડે છે. આ વિડીયોમાં જેહાદ 313 હેશટેગનો ઉપયોગ નકારાયો, છે. જે સીધી રીતે આતંકી સંગઠન 333 બ્રિગેડ સાથે જોડાયેલુ છે.
એક ટિકટોક વીડિયોમાં એક યુવક બંદુક સાથે રસ્તા પર ટહેલતો જોવા મળે છે અને કેપ્શનમાં લખ્યું છે-લશ્કરે તૈયબા મુજાહિદ ફોર્સ, 313 અને મર્કઝ તાયદા મુરીદકે.
313 બ્રિગેડ અલ-કાયદા સાથે જોડાયેલુ આતંકી સંગઠન છે જેમાં તાલિબાન જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તોયબા ઝીંગવી જેવા સંગઠનો સામેલ છે. 313 સંખ્યા પયગમ્બર મોહમ્મદની સાથે બદ્રજા લડાઈમાં સામેલ સાથીઓની સંખ્યાને દર્શાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy